Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વિરપુરમાં ઉભેલી બસમાંથી કંડકટરની થેલીની ચોરી

વિરપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક બસ સ્ટેશન સુવિધાના અભાવે સુરક્ષાની ખામીઓને કારણે ચર્ચામાં આવ્યુ છે. અહિં એક જ વર્ષમાં એસ.ટી.બસમાંથી કંડકટરની થેલીની ઉઠાંતરી થવાની ૮મી ધટના સામે આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વિરપુર બસ સ્ટેશન પર પાદરા-વિરપુર ‚ટની બસ આવી હતી. તે સમયે ફરજ પરના કંડકટરે જરૂરી દસ્તાવેજો અને રોકડ ભરેલી પોતાની થેલી બસની સીટ ઉપરના રેકમાં મુકી હતી.

અને તેઓ થોડા સમય માટે બહાર ગયા હતા. પરંતુ પરત ફરતા જ કંડકટરની થેલી ગાયબ થઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ પણ થેલીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે વિરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંદાજે ‚.૨ કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનમાં કંડકટરોની બેગ ચોરાયાના ૮ કિસ્સા બની જવા પામ્યા છે. સતત ચોરીઓ થવા છતાં બસ સ્ટેશનમાં સીસીટીવી કે વોચમેનની પુરતી સુવિધા નથી. જેથી ગઠિયાઓ બેફામ બન્યા છે.

વિરપુર બસ સ્ટેશન પર પાદરા-વિરપુર ‚ટની બસ આવી હતી. તે સમયે ફરજ પરના કંડકટરે જરૂરી દસ્તાવેજો અને રોકડ ભરેલી પોતાની થેલી બસની સીટ ઉપરના રેકમાં મુકી હતી. અને તેઓ થોડા સમય માટે બહાર ગયા હતા. પરંતુ પરત ફરતા જ કંડકટરની થેલી ગાયબ થઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ પણ થેલીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે વિરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંદાજે ‚.૨ કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનમાં કંડકટરોની બેગ ચોરાયાના ૮ કિસ્સા બની જવા પામ્યા છે. સતત ચોરીઓ થવા છતાં બસ સ્ટેશનમાં સીસીટીવી કે વોચમેનની પુરતી સુવિધા નથી. જેથી ગઠિયાઓ બેફામ બન્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar