વિરપુરના બાલાસિનોર-લીમડીયા માર્ગ પર આવેલા વિકાસપથના ડિવાઈડર પર સ્થાપિત સ્ટ્રીટ લાઈટના પોલ હવે માત્ર પ્રકાશ પુરતા જ રહ્યા નથી. પરંતુ તેના ધરે બાંધી દેવાયેલા ખાનગી જાહેરાતોના લોખંડની પાઈપોવાળા બોર્ડ ચોમાસા અને વાવાઝોડાના દિવસોમાં અકસ્માતને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટના પોલ પર તારના સહારે બાંઘ્વામાં આવેલા આ બોર્ડ તંત્રની મંજુરીથી લગાવ્યા છે કે પછી નિયમોને નેવે મુકી ઉભા કરાયા છે.
તે પણ તપાસનો વિષય છે. પરંતુ હાલ સોૈથી મોટો પ્રશ્ર્ન લોકોની સલામતીનો છે. તેજ પવનમાં આ બોર્ડ હાલક ડોલક થતાં નજરે પડતા હોવાથી ત્યાંથી પસાર થતાં બાઈકચાલકો, સાઈકલ સવાર અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો વાવાઝોડા દરમિયાન આ લોખંડના બોર્ડ તુટી પડી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ચોમાસાની ઋતુમાં સંભવિત જાનહાનિ સર્જાય તે પહેલા જ સ્ટ્રીટ લાઈટના પોલ પરથી આવા જોખમી જાહેરાતના બોર્ડ દુર કરાય તેવી માંગ છે.
વિરપુરના બાલાસિનોર-લીમડીયા માર્ગ પર આવેલા વિકાસપથના ડિવાઈડર પર સ્થાપિત સ્ટ્રીટ લાઈટના પોલ હવે માત્ર પ્રકાશ પુરતા જ રહ્યા નથી. પરંતુ તેના ધરે બાંધી દેવાયેલા ખાનગી જાહેરાતોના લોખંડની પાઈપોવાળા બોર્ડ ચોમાસા અને વાવાઝોડાના દિવસોમાં અકસ્માતને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટના પોલ પર તારના સહારે બાંઘ્વામાં આવેલા આ બોર્ડ તંત્રની મંજુરીથી લગાવ્યા છે કે પછી નિયમોને નેવે મુકી ઉભા કરાયા છે. તે પણ તપાસનો વિષય છે. પરંતુ હાલ સોૈથી મોટો પ્રશ્ર્ન લોકોની સલામતીનો છે. તેજ પવનમાં આ બોર્ડ હાલક ડોલક થતાં નજરે પડતા હોવાથી ત્યાંથી પસાર થતાં બાઈકચાલકો, સાઈકલ સવાર અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો વાવાઝોડા દરમિયાન આ લોખંડના બોર્ડ તુટી પડી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ચોમાસાની ઋતુમાં સંભવિત જાનહાનિ સર્જાય તે પહેલા જ સ્ટ્રીટ લાઈટના પોલ પરથી આવા જોખમી જાહેરાતના બોર્ડ દુર કરાય તેવી માંગ છે.
