Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને દર મહિને ૪,૦૦૦ સુધીની સહાય અપાશે

ગુજરાતમાં યુપીએસસી જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને અગાઉની સરખામણીએ વધુ પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યના વધુ યુવાનોને સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે તૈયાર કરવા અને આર્થિક રીતે વધુ મજબૂત સહયોગ પૂરો પાડવાનો છે.

નવી વ્યવસ્થા મુજબ, યુપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને દર મહિને ૪,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે, જેથી તેઓ અભ્યાસ દરમિયાન આવનારા ખર્ચને સરળતાથી સંભાળી શકે. આ ઉપરાંત પરીક્ષાના દરેક મહત્વપૂર્ણ તબક્કે અલગ-અલગ પ્રોત્સાહન રકમ નક્કી કરવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને ૩૫,૦૦૦ અને યુવતીઓને ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા (મેઇન)માં સફળતા મેળવનાર યુવકોને ૪૫,૦૦૦ અને યુવતીઓને ૫૫,૦૦૦નું પ્રોત્સાહન મળશે.

આ સાથે અંતિમ પસંદગી બાદ પણ રાજ્ય સરકાર તરફથી ખાસ સહાય આપવામાં આવશે.યુપીએસસીમાં અંતિમ રીતે પસંદ થયેલા યુવકોને ૭૫,૦૦૦ અને યુવતીઓને ૧ લાખ સુધીની સહાય મળશે. આ સુધારેલા દરો મુજબ કુલ પ્રોત્સાહન સહાય યુવકો માટે ૧.૫૫ લાખ સુધી અને યુવતીઓ માટે ૨.૦૫ લાખ સુધી પહોંચી શકે છે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી વધુ વિદ્યાર્થીઓ યુપીએસસી જેવી કઠિન પરીક્ષાઓમાં આગળ વધવા માટે પ્રેરિત થશે અને ગુજરાતમાંથી સિવિલ સર્વિસમાં પ્રતિનિધિત્વ વધશે.

ગુજરાતમાં યુપીએસસી જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને અગાઉની સરખામણીએ વધુ પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યના વધુ યુવાનોને સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે તૈયાર કરવા અને આર્થિક રીતે વધુ મજબૂત સહયોગ પૂરો પાડવાનો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar