ઝાલોદ નગરમાં યુવકનો એક શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી શેરમાર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફેટ આપવાની લાલચ આપી ઓનલાઈન મારફતે રૂ૧૦,૨૦,૦૦૦/-ટ્રાન્સ્ફર કરાવી પ્રોફેટ અને મુળ રકમ પરત આપી ન હતી. યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ઝાલોદ નગરમાં સંતરામપુર રોડ પર આવેલી કુંજ વિહાર સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષના પ્રિતમકુમાર કાંતુભાઈ સંગાડાને હાર્દિક દોશીએ પોતાના સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા.
તે બાદ પ્રિતમકુમાર સંગાડાને અલગ અલગ મોબાઇલ નંબરથી કોલ કરી શેર માર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફેટ આપવાની લાલચ પણ આપી હતી. આ દરમિયાન ગત તા.૧૮/૦૬/૨૦૨૬ થી ૧૪/૦૭/૨૦૨૬ દરમિયાન એક સોશિયલ મીડિયાની એપ્લિકેશન મારફતે પ્રિતમકુમાર સંગાડાને ઓનલાઈન રૂ.૧૦,૨૦,૦૦૦/-ટ્રાન્સ્ફર કરાવ્યા હતા. જે બાદ પ્રોફિટમાં રૂ.૧૨,૦૨,૪૪૩/-બતાવતા હતા. આ પ્રોફિટ સાથેના નાણાં પરત મેળવવા માટે અવાર નવાર િ૫્રતમકુમાર સંગાડા હાર્દિક દોશી દ્વારા કરવામાં આવેલ અલગ અલગ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા નાણાં મળ્યા ન હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનુ જણાયુ હતુ. આ બાબતે પ્રિતમકુમાર કાંતુભાઈ સંગાડા દાહોદ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ઝાલોદ નગરમાં સંતરામપુર રોડ પર આવેલી કુંજ વિહાર સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષના પ્રિતમકુમાર કાંતુભાઈ સંગાડાને હાર્દિક દોશીએ પોતાના સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. તે બાદ પ્રિતમકુમાર સંગાડાને અલગ અલગ મોબાઇલ નંબરથી કોલ કરી શેર માર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફેટ આપવાની લાલચ પણ આપી હતી. આ દરમિયાન ગત તા.૧૮/૦૬/૨૦૨૬ થી ૧૪/૦૭/૨૦૨૬ દરમિયાન એક સોશિયલ મીડિયાની એપ્લિકેશન મારફતે પ્રિતમકુમાર સંગાડાને ઓનલાઈન રૂ.૧૦,૨૦,૦૦૦/-ટ્રાન્સ્ફર કરાવ્યા હતા. જે બાદ પ્રોફિટમાં રૂ.૧૨,૦૨,૪૪૩/-બતાવતા હતા. આ પ્રોફિટ સાથેના નાણાં પરત મેળવવા માટે અવાર નવાર િ૫્રતમકુમાર સંગાડા હાર્દિક દોશી દ્વારા કરવામાં આવેલ અલગ અલગ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા નાણાં મળ્યા ન હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનુ જણાયુ હતુ. આ બાબતે પ્રિતમકુમાર કાંતુભાઈ સંગાડા દાહોદ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
