Pareshkumar Pagi
317k Followersઆપ જાણો જ છો કે હાલ ના સમય માં ડ્રોન નો વ્યાપકપણે ઉપયોગ થાય છે. નાનકડો લગ્ન પ્રસંગ હોય કે કોઈ સરકારી સંસ્થા નું ઉદ્ઘાટન, સમાચાર માટે નું કવરેજ હોય કે ફિલ્મ નું કોઈ શૂટિંગ, દરેક જગ્યા એ આજકાલ ડ્રોન નો ઉપયોગ વધી ગયો છે કારણ કે ડ્રોન થી શૂટિંગ કરતાં જ વિડિયો માં ચાર ચાંદ લાગી જાય છે. પહેલા ના સમય માં આ રીતે ઉપરથી વિસ્તારપૂર્વક શૂટિંગ કરવા માટે ફક્ત હેલિકોપ્ટર નો જ સહારો લેવો પડતો હતો જે ખૂબ જ મોંઘું પડતું. માટે તેનો ઉપયોગ ફક્ત ખૂબ જ મોટા બજેટ વાળી ફિલ્મો માં જ થતો હતો. પરંતુ, હવે ડ્રોન ની મદદથી ખૂબ જ સરળતાથી અને સસ્તા મા આ પ્રકારના શૂટિંગ કરી શકાય છે. પણ એક વાત ચોક્કસપણે માનવી પડશે કે ડ્રોન પાઇલટ અત્યારે ખિસ્સા ભરી ભરીને અને બેન્ક બેલેન્સ ખૂબ જ વધારી વધારી ને રૂપિયા કમાય છે.
હવે તો સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને દેશની સપ્લાય ચેઈનનો મજબૂત હિસ્સો બનાવવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં દિલ્હી ખાતે દેશના પ્રથમ ડ્રોન મહોત્સવની શરૂઆત કરી હતી. જોકે તમને જણાવી દઈએ કે, કોઈ પણ વ્યક્તિ ડ્રોન ન ઉડાવી શકે. ડ્રોન ઉડાડવા માટે ડ્રોન પાયલટ સર્ટિફિકેટ મેળવવું આવશ્યક હોય છે.
કેવી રીતે મેળવવી મંજૂરી
આ માટે સરકાર દ્વારા Digital Sky નામની સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલી છે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડવા માટેની ઓનલાઈન પરમિશન અને સર્ટિફિકેટ મેળવી શકે છે. આ પ્રોસેસ માટે 100 રૂપિયા ચુકવવા પડે છે અને ત્યાર બાદ ડ્રોન પાયલટ સર્ટિફિકેટ મેળવી શકાશે.
જોકે પાયલટ સર્ટિફિકેશન પહેલા તમારે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની ટ્રેઈનિંગ પાસ કરવી પડશે. બાઈક અને કારનું લાઈસન્સ મેળવવા માટે જે રીતે ડ્રાઈવ ટેસ્ટ આપવી પડે છે તે જ રીતે અહીં તમારે ડ્રોન ઉડાડવા માટેના બેઝિક નિયમોનું પાલન કરીને ટેસ્ટ આપવાની રહેશે. આ પ્રકારની ડ્રોન ટેસ્ટ ડ્રાઈવની ફી 1,000 રૂપિયાની છે. આમ ડ્રોન સર્ટિફિકેટ મેળવવા માટે તમારે કુલ 1,100 રૂપિયાનો ખર્ચો કરવો પડશે.
ડ્રોનનું રજિસ્ટ્રેશન ફરજિયાત
કાર અને બાઈકની માફક તમામ ડ્રોન માટે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (UIN) બહાર પાડવામાં આવે છે. નેનો ડ્રોનને છોડીને તમામ પ્રકારના ડ્રોન માટે UIN નંબર બહાર પાડવામાં આવે છે.
નેનો ડ્રોન માટે UIN નંબર રિમોટ પાયલટ લાઈસન્સની જરૂર નથી હોતી.
ડ્રોનના પ્રકારો
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Pareshkumar Pagi