Friday, 23 Oct, 3.49 pm પોલીસ પરિવાર

હોમ
મુંબઇ પહોચ્યા NCBના બૉસ, ડ્રગ્સ લેનારા બોલિવૂડના કેટલાક સ્ટાર પર એક્શનની તૈયારી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના મુંબઇ ગુપ્ત પ્રવાસ પછી દિલ્હી પરત ફર્યા છે. આ ઘટના સાથે જોડાયેલા લોકો અનુસાર, જૂનમાં સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ શરૂ થયેલી ડ્રગ્સ તસ્કરી તપાસ કેસમાં સમીક્ષા માટે અસ્થાના મુંબઇ પહોચ્યા હતા. અસ્થાના મુંબઇ એવા સમયે પહોચ્યા જ્યારે NCB તરફથી મોટા એક્શનની તૈયારી ચાલી રહી છે, જેમાં બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર અને ડ્રગ્સ તસ્કરો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુ અહેવાલ આપવાનો ઇનકાર કરતા એક સીનિયર અધિકારીએ કહ્યુ, તમે આવતા બે અઠવાડિયામાં એક્શનની આશા કરી શકો છો. NCBએ આ કેસમાં પહેલા જ 20થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં રિયા ચક્રવર્તી પણ સામેલ છે, જેને આશરે એક મહિનો જેલમાં રહ્યા બાદ જામીન પર છોડવામાં આવી છે. મુંબઇ હાઇકોર્ટે એમ કહેતા તેના ભાઇ શૌવિક ચક્રવર્તીને જામીન આપ્યા નહતા કે તે ડ્રગ્સ ડીલર્સ વચ્ચે ચેનની મહત્વની કડી છે.

રિયા ચક્રવર્તીના જેલમાંથી બહાર આવ્યા પહેલા જ NCBએ તપાસનો દાયરો બીજા સ્ટાર સુધી વધારવાનો નિર્ણય કરી લીધો હતો. અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, ફૈશન ડિઝાઇનર સિમોન ખંભાતા અને સેલિબ્રિટી મેનેજર શ્રૃતિ મોદીની ગત મહિને પૂછપરછ થઇ ચુકી છે.

અધિકારીએ કહ્યુ, તપાસમાં આગળની હલચલ થઇ રહી છે. બોલિવૂડ તરફથી ડિમાન્ડ અને સપ્લાય સાઇડ તરફથી તપાસ ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યુ કે એવા લોકો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરે છે અને ડ્રગ્સ રેકેટમાં પણ સામેલ છે. સપ્લાય સાઇડમાં NCBએ કેરળના કાસરાગોડમાં એક મોડ્યૂલનો ભાંડો ફોડ્યો હતો જે બોલિવૂડ કેસો સાથે જોડાયેલો છે અને મુંબઇમાં મુખ્ય નાર્કોટિક્સની તપાસમાં જોડાયેલો છે.

0 Reviews

Write a Review

Submit Review

Post navigation

બિહાર ચૂંટણી: RJDના સરકારી નૌકરીના દાવા પર PMએ કહ્યુ, આ માત્ર લાંચ કમાવવાની રીત મજૂરો સામે માત્ર માથું જ ઝૂકાવે છે PM, તેમની મદદ કરતાં નથી: રાહુલ
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Police Parivar
Top