PTN News

6.6k Followers

Gujarat સરકારના કર્મચારીઓ માટે આવ્યા આ મોટા સમાચાર.

06 Sep 2020.11:57 AM

Gujarat

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, 31 માર્ચ 2021 સુધી ગુજરાત (Gujarat) સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળશે નહીં. તો GAD ના ઠરાવમાં 1લી જુલાઈ 2020થી એક વર્ષ માટે વય નિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂક પામતા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 ટકા પગાર કાપનો કરવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત ગુજરાત (Gujarat) સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને 1લી જાન્યુઆરી 2020થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું 31 માર્ચ 2021 સુધી ન ચૂકવવાનો નિર્ણય પણ કર્યાનું શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં સ્પષ્ટ થયું છે.

  • :

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લાગુ કરેલ લોકડાઉનમાં Gujarat રાજ્યની અર્થવ્યવસ્થા પ્રભાવિત થતાં રાજ્ય સરકાર દ્વારા નાણાકીય ખર્ચમાં કાપ મુકવા માટે અનેક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

પરંતુ સરકારી કર્મચારીઓને એક વર્ષ માટે પગારમાં કાપ સહન કરવાનો વારો આવતાં તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે.

રાજ્ય સરકારે કોરોના મહામારીને કારણે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ 2021 સુધી 30 ટકા પગારકાપનો નિર્ણય કર્યો છે. તો આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Follow @Ptnnewsofficial

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: PTN News Gujarati