Wednesday, 01 Jul, 11.13 am રાજકોટ મિરર

હોમ
આટકોટના ખારચીયા પાસે આવેલા કાપડની ફેકટરીમાં આગ ફાટી નીકળતા 8 ફાયર ફાઇટર ઘટના સ્થળે, 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ગઈ કાલે આટકોટના ખારચીયા પાસે આવેલા કાપડની ફેકટરીમાં આગ ફાટી નીકળી હતી. આજુબાજુના ગામના 8 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આંગણ ટેકસ્ટ ટાઈલમાં ગઈ કાલે મોડી રાતે આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા.આ કંપની જિન્સ અને કાપડની વસ્તુઓ બનાવતી હતી જેમાં આ આગ ફાટી નીકળતા તમામ માલ બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર ફાયટરને જાણ કરાતા જસદણ, ધોરાજી, ગોંડલ, જેતપુર સહિતના 8 ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સતત 4 કલાક બાદ પાણીનો માર કર્યા બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ ક્યા કારણથી લાગી તેનું હજુ સુધી તારણ મેળવી શકાયું નથી. જ્યારે આમાં કોઈ જાનહાની થઇ નથી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Rajkot Mirror Gujarati
Top