Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

મીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.46.jpg177.12 KBઈકબાલગઢ નજીક બનાસ નદી પર આવેલ પુલનું સમારકામ 2 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર દ્વારા પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી 10થી 15 કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કામગીરી અધૂરી રહેતાં વધુ 30 દિવસનો સમય વધારવામાં આવ્યો હતો. જોકે વધારાની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પુલનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી.

આ દરમિયાન ચોમાસાની શરૂઆત થતાં ડાયવર્ઝન માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.45.jpg159.66 KBસ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. લોકોને રોજિંદી અવરજવર, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. "જો આગામી એક અઠવાડિયામાં બનાસ બ્રિજનું સમારકામ પૂર્ણ નહીં થાય તો સ્થાનિક લોકો આંદોલન કરશે. સ્થાનિકોની માંગ છે કે ચોમાસાને ધ્યાનમાં રાખીને બનાસ બ્રિજનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે. હવે તંત્ર લોકોની માંગને કેટલા સમયમાં સંતોષે છે તેના પર સૌની નજર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal