અરવલ્લી જિલ્લાના ધનસુરા વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ સતત સક્રિય રહી હતી. આ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બનેલા આરોપીને પોલીસે સફળતાપૂર્વક દબોચી લીધો છે.
પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

