Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી

અરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી

રવલ્લી જિલ્લામાં સ્વચ્છતા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને વધુ વેગ આપવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે અરવલ્લી કલેક્ટરે મોડાસા ખાતે આવેલા ઘન કચરા (સોલિડ વેસ્ટ) યુનિટની અચાનક સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આગામી સમયમાં તૈયાર થનાર નવા અત્યાધુનિક ઘન કચરા વ્યવસ્થાપન યુનિટ માટે પ્રસ્તાવિત સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

કલેક્ટરે સ્થળની ભૌગોલિક સ્થિતિ અને ક્ષમતાની સમીક્ષા કરી હતી અને કચરાના યોગ્ય નિકાલ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal