Dailyhunt
બનાસકાંઠામાં હનુમાન જયંતીની ઠેર-ઠેર શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી

બનાસકાંઠામાં હનુમાન જયંતીની ઠેર-ઠેર શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી

રખેવાળ 0 months ago

રોકડિયા હનુમાન મંદિરે આંગી, યજ્ઞ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ

​આજે સમગ્ર દેશમાં અંજનીપુત્ર હનુમાનજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા શહેરમાં પણ વહેલી સવારથી જ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ, ભજન અને ભોજન પ્રસાદના વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા ​ડીસાના હાર્દ સમાન ગાંધીચોક વિસ્તારમાં બિરાજમાન ૮૦ વર્ષ જૂના ઐતિહાસિક રોકડિયા હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

જન્મોત્સવ નિમિત્તે દાદાની મૂર્તિને મનોહર ભવ્ય આંગી ચઢાવવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

​મંદિર પરિસરમાં આસ્થા સાથે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાન પરિવારોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ સાથે જ દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો.

​"ડીસાના દરેક હનુમાન મંદિરો આજે કેસરીયા રંગે રંગાયા છે. રોકડિયા હનુમાન દાદા પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી વહેલી સવારથી જ અહીં લાંબી કતારો જોવા મળી હતી."​સમગ્ર ડીસા શહેરમાં હનુમાન જ્યંતીના પાવન પર્વે ભક્તિ, શક્તિ અને સેવાના સમન્વય સાથે ધર્મમય માહોલ સર્જાયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal