Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારતમાલા રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું: થરાદ પોલીસે 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાર જપ્ત કરી

ભારતમાલા રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું: થરાદ પોલીસે 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાર જપ્ત કરી

રખેવાળ 2 weeks ago

રાદ પોલીસે કુલ ₹3.73 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી હકકિત મુજબ બંને આરોપીઓ મહેસાણા જિલ્લાના કડીના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જપ્ત કર્સયેલા મુદ્દામાલમાં મેફેડ્રોન, વર્ના કાર, બે મોબાઇલ, રોકડ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળેલ છે. થરાદ પોલીસની વાહન ચેકિંગ દરમિયાન સફળ કાર્યવાહી દરમ્યાન બને આરોપી ઓ મુદામાલ સાથે ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરકારની "Zero Tolerance for Drugs" નીતિ હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી થરાદ પોલિસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ધરેલી કામગીરીને વાવ થરાદની જનતાએ બિરદાવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal