Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ

ભાવનગરમાં સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડ અને નકલી દારૂના વેચાણને લઈને સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાગળ પર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ઝેરી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ગંભીર બેદરકારી અને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા બદલ જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી જોરદાર માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal