Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડીસામાં પડોશી દંપતીનો આતંક: જામીન પર આવેલા પરિવારને જાનથી મારવાની ધમકી આપી

ડીસામાં પડોશી દંપતીનો આતંક: જામીન પર આવેલા પરિવારને જાનથી મારવાની ધમકી આપી

ડીસાની શ્રીનાથ સોસાયટી (કચ્છી કોલોની) વિસ્તારમાં રહેતા એક પરિવારને પડોશમાં રહેતા દંપતીએ બિભત્સ ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. પડોશી મહિલાએ અગાઉ કરેલી અરજીના મામલે જામીન લઈ ઘરે પરત ફરેલા પરિવાર પર આ હુમલાખોર વલણ અપનાવવામાં આવ્યું હતું.​ફરિયાદી લીલાવતીબેન કરશનભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સામે જ રહેતા છાયાબેન જયંતિભાઈ પ્રજાપતિ અવારનવાર કોઈપણ બહાના હેઠળ તેમની સાથે ઝગડો અને તકરાર કરતા હતા.

આ બાબતે છાયાબેને ગત તા.૨૪/૦૬/૨૦૨૬ના રોજ લીલાવતીબેનના પરિવાર વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી.

​જેથી તા. ૨૫/૦૬/૨૦૨૬ના રોજ લીલાવતીબેન, તેમના પતિ કરશનભાઈ તથા તેમના દેરાણી રમીલાબેન પોલીસ સ્ટેશને હાજર થઈ પોતાના જામીન મુક્ત કરાવી બપોરે આશરે ચારેક વાગ્યે ઘરે પરત ફર્યા હતા.જયારે આ ​પરિવાર જામીન લઈને ઘરે પરત ફર્યો તે દરમિયાન પડોશમાં રહેતા છાયાબેન જયંતિભાઈ પ્રજાપતિ તથા તેમના પતિ જયંતિભાઈ મનજીભાઈ પ્રજાપતિ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. લીલાવતીબેન અને તેમના પરિવારે ગાળો બોલવાની ના પાડતા, દંપતીએ ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, "હવે જો અમારી સાથે ઝગડો કરશો તો તમને જાનથી મારી નાખવા છે.પડોશી દંપતીના અવારનવારના ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીથી પરેશાન થઈને લીલાવતીબેન પ્રજાપતિએ આજે પોતાના પતિ સાથે ડીસા પોલીસ મથકે આવી ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal