Dailyhunt
ડીસાના ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે મહિલાનું કરુણ મોત

ડીસાના ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે મહિલાનું કરુણ મોત

ડીસા શહેરના ભોપાનગર ફાટક પાસે આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક મહિલાનું ટ્રેન નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.​મળતી માહિતી મુજબ, ડીસાના ભોપાનગર ફાટક નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રેનની હડફેટે એક મહિલા આવી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ​ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા પાલનપુર તાલુકાના સામઢી (મોટા વાસ) ગામની વતની હતી.

​પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાયદેસરની તપાસ ડીસા તાલુકા પોલીસે તેજ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal