Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હારીજ એસઓજીની ટીમે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

હારીજ એસઓજીની ટીમે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

પાટણ એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં ચાલી રહેલ નકલી અને બોગસ ડોક્ટરો વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત હારીજ પંથક માંથી વધુ એક બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોઈ પણ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતો હતો.પકડાયેલા નકલી ડોક્ટરની ઓળખ અજીતભાઈ તુવર (ઉં.વ.46, રહે. મુજપુર, તા. શંખેશ્વર) તરીકે થઈ છે.તે કાતરા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી મહાદેવજીના મંદિરની દુકાન ભાડે રાખીને પ્રેક્ટિસ કરતો હતો.પાટણ એસ.ઓ.જી.

શાખાના પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતલબેન બી.ચૌધરીની હાજરીમાં કાતરા ગામના બસ સ્ટેન્ડ પર આવેલી દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ રેડ દરમિયાન આરોપી અજીતભાઈ તુવર કોઈ પણ માન્ય લાયસન્સ વગર, માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં, અનુભવના આધારે રોજ દસથી પંદર જેટલા નિર્દોષ દર્દીઓને તપાસીને એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને આઈ.વી.સેટ (ગ્લુકોઝના બાટલા) ચઢાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી ભર્યું કૃત્ય કરતો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી બ્લડ પ્રેશર માપવાનું મશીન, સ્ટેથોસ્કોપ, મોન્ટેલુકાસ્ટ સોડિયમ, રેબેપ્રાઝોલ કેપ્સ્યુલ, ડેક્સામેથાસોન ઇન્જેક્શન અને નીડલ સહિત કુલ 24 પ્રકારની જુદી-જુદી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ 6959 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal