હિંમતનગર શહેરના હડિયોલ રોડ ઉપર આવેલ અત્રિ ગ્રિન્સ ફ્લેટ તેમજ અત્રિ ટાઉનશીપના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવ અંતર્ગત રંગારંગ વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી લઈને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અત્રિ ટાઉનશીપની મહિલાઓએ "ચણિયા ટોળી" ફેઈમ વેશભૂષામાં આકર્ષક પાત્ર ભજવીને ઉપસ્થિત સૌ ખેલૈયાઓ તેમજ દર્શકોના દિલ જીતી લીધાં હતાં.
આ કાર્યક્રમને સારસ્વત હાઈસ્કૂલ હિંમતનગરના આચાર્ય દુષ્યંતભાઈ સુથાર, પ્રવિણભાઈ પટેલ (રામપુરા કંપા), જયેશભાઈ ચૌધરી (નવી રમોસ), જયેન્દ્રભાઈ પટેલ અને વસંતભાઈ પંચાલ સહિતના અગ્રણી આગેવાનોએ ઉપસ્થિત રહી બિરદાવ્યો હતો અને સૌ સહભાગીઓને પ્રોત્સાહક શુભેચ્છાઓ પાઠવી હતી.

