Thursday, 22 Apr, 2.10 pm રખેવાળ

રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાની 43 બેઠકો પર મતદાનની શરૂઆત કરાઈ

પશ્ચિમ બંગાળની વિધાનસભા છઠ્ઠા તબક્કાની 43 બેઠકો માટેનું મતદાન શરૂ થઈ ગયું છે.જે તબક્કામાં ભાજપ નેતા મુકુલ રોય સહિત 306 ઉમેદવારોની પરીક્ષા છે.તેમજ આ સાથે સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે,જેમાં કેન્દ્રીય સુરક્ષા દળોની 1071 કંપનીઓ લગાવવામાં આવી છે.આમ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે નોર્થ 24 પરગણા જિલ્લાના કાંચરાપાડા ખાતે બૂથ નંબર 141 પર મતદાન કર્યું હતું.જયારે પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ તેમજ સાંસદ અર્જુનસિંહે પણ નોર્થ 24 પરગણાના જગતદલ ખાતે બૂથ નંબર 144માં મતદાન કર્યું હતું.જેમાં ભાટપારાના ભાજપના ઉમેદવાર પવનસિંહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Rakhewal
Top