Dailyhunt
પાટણ જિલ્લામાં માવઠું : સમી પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ખેડૂતો ચિંતાતુર

પાટણ જિલ્લામાં માવઠું : સમી પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ખેડૂતો ચિંતાતુર

વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં

વામાન વિભાગે કરેલી આગાહી પ્રમાંણે મંગળવારે બપોરે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સુસવાટા બંધ પવન વચ્ચે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ધોધમાર વરસાદ અને ભારે પવનને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

માર્ગો પર વાહનચાલકોને પોતાની વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી, જેથી અકસ્માત ટાળી શકાય.સમી તાલુકાના મુખ્ય મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.તાલુકાના સોનાર, નાયકા, દુદખા જેવા અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal