Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણ LCBની મોટી સફળતા: બજાણીયા ગેંગનો સાગરીત ઝડપાયો, 5 જિલ્લાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો

પાટણ LCBની મોટી સફળતા: બજાણીયા ગેંગનો સાગરીત ઝડપાયો, 5 જિલ્લાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો

રૂ.95,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બજાણીયા ગેંગના એક સાગરીતને રૂ. 95,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ધરપકડથી પાટણ, અમદાવાદ ગ્રામ્ય,ગાંધીનગર, આણંદ અને વડોદરા શહેર જિલ્લાની હદમાં થયેલી કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે, પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પુલ નીચેથી હિંમતનગરના પ્રાણપુર પાટીયા ખાતે રહેતા મેહુલ લક્ષ્‍મણ બજાણીયા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે તેની પાસેથી ચોરીની રોકડ રકમ રૂ. 45,000 અને રૂ. 50,000 ની કિંમતનું એક બજાજ પલ્સર મોટરસાયકલ મળી કુલ રૂ. 95,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે આરોપીને પાટણ સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી મેહુલની પ્રાથમિક પૂછપરછમાં પાંચ અલગ-અલગ જિલ્લાના 6 ગુનાઓની કબૂલાત સામે આવી છે. તેણે આશરે સવા વર્ષ પહેલાં શંખેશ્વર માંથી બાઇક ચોરી કરી હતી. ત્યાર બાદ કુંવારદ ખાતે અલ્પેશ રાજુ પ્રજાપતિની દુકાન માંથી અને મુજપુરની દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી, જે અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.

આ ઉપરાંત, અઢી મહિના અગાઉ માણસા ખાતેથી મોટર સાયકલ ચોરી કરી માર્કેટયાર્ડની દુકાનોના તાળા તોડ્યા હતા. દોઢ મહિના અગાઉ સાણંદ માંથી બાઇક ચોરી કરી કપડાની દુકાનમાં ચોરી કરી હતી. મેહુલે વિરમગામ ખાતે એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ તથા વિરમગામ માર્કેટયાર્ડની દુકાનો માંથી પણ ચોરી કરી હોવાનં કબલ્યું છે. આશરે17 દિવસ અગાઉ વડોદરાના હાથીખાના માર્કેટ ખાતેથી 10 દુકાનોના તાળા તોડી રોકડની ચોરી કરી હતી. એક વર્ષ અગાઉ આણંદ માર્કેટયાર્ડમાં પણ દુકાનોના તાળા તોડી ચોરી આચરી હોવાની કબૂલાત કરી છે.આરોપી મેહુલ લક્ષ્‍મણ બજાણીયા વિરુદ્ધ અગાઉ ગાંધીનગર સેક્ટર-7, હિંમતનગર રૂરલ,વિસનગર તાલુકા, હારીજ, સરસ્વતી, પેથાપુર, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર ચોરીની ઘટનાઓમાં સામેલ અન્ય ચાર સહ-આરોપીઓ અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્‍મણ બજાણીયા (રહે.હિંમતનગર), જીતુ ઉર્ફે જીતેશ બાબુ બજાણીયા (રહે. તલોદ), શંકર લક્ષ્‍મણ બજાણીયા (રહે. હિંમતનગર) અને કરણ સરતાન દેવીપુજક (રહે. મહેસાણા) ને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal