Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત

પાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત

  • પાટણ શહેરના વોડૅ નં.3 મા આવતા કોઠા કુઈ,દશામાતા મંદિર રોડ ઉપર છેલ્લા ધણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સજૉઈ હતી.આ સમસ્યાના નિરાકરણ બાબતે સ્થાનિકો દ્વારા નગરસેવક ગોપાલસિંહ રાજપૂત અને ગૌરવ મોદી ને રજુઆત કરતાં તેઓએ તાત્કાલિક પાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને ધટના સ્થળે બોલાવી જામ થઈ ગયેલા ભૂગર્ભ ગટર લાઈનના ઢાંકણા તોડાવી ચોકઅપ બનેલ લાઈનની જેટિગ મશીનની મદદથી સફાઈ કરાવતાં લાઈનમાથી અતિશય કચરો,પ્લાસ્ટિક સહિત મોટી માત્રામાં માટી નીકળતા તેને દુર કરી વિસ્તારના લોકોની ધણા સમયની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું.
  • સાથે સાથે આ વિસ્તારમાં આવેલ પારેવા સર્કલ, શિશુ મંદિરની પાછળ છેલ્લા 15 દિવસથી પાણીની મેઈન લાઇન તૂટેલી હતી તેનું પણ જેસીબી મશીનની મદદથી સમારકામ કરાવી વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું પણ સુખદ નિરાકરણ લાવવામાં આવતાં વિસ્તારના રહીશોએ નગરસેવકો સાથે પાલિકાના કર્મચારીઓની કામગીરીને સરાહી હતી.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal