Dailyhunt
પાટણ સાંઈબાબા મંદિર નજીક સુકન બંગ્લોઝમાં અગમ્ય કારણોસર આગ લાગી

પાટણ સાંઈબાબા મંદિર નજીક સુકન બંગ્લોઝમાં અગમ્ય કારણોસર આગ લાગી

લેક્ટ્રોનિક સાધન સહિત સોલાર પ્લેટો બળીને રાખ થતાં મોટું નુકશાન

પાટણ શહેરના સાઈબાબા મંદિર વિસ્તારમાં આવેલી સુકન બંગ્લોઝમાં ગત રાત્રિના સમયે અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આ આગની ઘટનામાં ધર નજીક પાકૅ કરેલ ઈલેક્ટ્રિક સાધન સહિત સોલાર પ્લેટો બળીને રાખ થઇ જતાં ઘર માલિકને મોટું નુકશાન થવા પામ્યું હતું.

જોકે વિસ્તારના રહીશોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ આગ ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal