Dailyhunt
પાટણમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોની 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોની 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરાઈ

રખેવાળ 2 weeks ago

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા

પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમો દ્વારા બે અલગ-અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ પાટણ તાલુકાના ઉમેદવારના સેન્સ લેવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ વારાફરતી સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે.

આ પ્રક્રિયા અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી જ કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે પાટણ, પાટણ તાલુકા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે આ માટે પક્ષ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા,કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે જેઓ દાવેદારોની રજૂઆતો સાંભળી તેમના સેન્સ મેળવી પ્રદેશ કક્ષાએ મોકલી આપશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal