Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર દારૂ કાંડના વિરોધમાં ધરણાં યોજાયા

પાટણમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર દારૂ કાંડના વિરોધમાં ધરણાં યોજાયા

લેકટરને આવેદનપત્ર આપવા જતા 20 થી વધુ આગેવાન- કાર્યકરોની પોલીસે અટકાયત કરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં શુક્રવારે પાટણ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા.કોગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા આ મામલે કલેકટર ને આવેદનપત્ર આપવા જતાં પોલીસે કોંગ્રેસના 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.68.jpg 144.12 KB પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાવનગરમાં સામે આવેલા ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'દારૂના અડ્ડા બંધ કરો'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો ટૂંક સમયમાં પાટણ જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ દ્વારા 'જનતા રેડ' કરવામાં આવશે.ધરણા કાર્યક્રમ બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પોતાની માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. તે પૂર્વે જ કલેક્ટર કચેરી પરિસરમાં તૈનાત પોલીસે કાર્યવાહી કરીને 20થી વધુ આગેવાન કાર્યકરોની અટકાયત કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal