આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓનો સામનો કરવા, પૂર નિયંત્રણ, રોગચાળો અટકાવવા અને સરકારી આયોજન હેઠળના વિકાસ કામોની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા કડક આદેશ આપ્યા છે.

