Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

સાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

કસ્માત સજૅનાર ટેન્કર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થયો

સાંતલપુર તાલુકાના જામવાડા ગામ નજીક માધવ હોટલ પાસે કસ્ટમ હાઈવે રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુઈગામ તરફથી પૂરઝડપે આવી રહેલા ગેસ ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.મૃતક યુવકની ઓળખ જામવાડા ગામના ગડસાયા વાસમાં રહેતા અશોક ઠાકોર તરીકે થઈ છે.

તેઓ પોતાનું મોટરસાયકલ લઈને ખેતરે જઈ રહ્યા હતા. બપોરના સમયે માધવ હોટલ નજીક હાઈવે પર સામેથી આવી રહેલા એલ.પી.જી. ગેસ ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે ટેન્કર ચલાવી અશોકભાઈના બાઈકને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં અશોકભાઈને માથાના પાછળના ભાગે, મોઢા પર તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટના અંગે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal