Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાંતલપુરના વાઢીયા ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો હાલાકીમાં

સાંતલપુરના વાઢીયા ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો હાલાકીમાં

રખેવાળ 2 weeks ago

પાણીના કહેરના કારણે થયેલ નુકશાનનું વળતર ચુકવવાની માંગ સાથે પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ ઉઠી

સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા વાઢીયા ગામમાં વરસાદી પાણી ભરાવાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોગચાળાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ સર્વે, વળતર અને કાયમી નિકાલની માંગ કરી છે.ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે.

ઘરોની આસપાસ ગંદુ પાણી ભરાયેલું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, વરસાદ બંધ થયા પછી પણ પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આના પરિણામે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.અનેક સ્થળોએ રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા છે,જેના કારણે અવરજવર પણ મુશ્કેલ બની છે.ગામલોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અસરગ્રસ્ત પરિવારોને સરકારી નિયમો મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે. 82.jpg137.65 KBઆ ઉપરાંત,ગામમાં દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી નહીં થાય તો આરોગ્ય સંકટ વધુ ગંભીર બની શકે છે.હાલ સૌની નજર તંત્રની કાર્યવાહી પર મંડાયેલી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal