Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
થરા પોલીસની મોટી કાર્યવાહી: તાતિયાણા-વાલપુરા સીમમાંથી ૧૬ જુગારીઓ ઝડપાયા

થરા પોલીસની મોટી કાર્યવાહી: તાતિયાણા-વાલપુરા સીમમાંથી ૧૬ જુગારીઓ ઝડપાયા

રખેવાળ 3 weeks ago

ઓગડ તાલુકામાં શ્રાવણીયા જુગાર સામે પોલીસનો સપાટો

નાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાની થરા પોલીસે તાતિયાણા ગામની સીમમાંથી જુગાર રમતા આઠ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 10,730 રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે.પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલીંગ પર હતો ત્યારે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તાતિયાણા ગામમાં એક રહેણાંક ઘરની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા.ઝડપાયેલા ઈસમોમાં કિરણજી વિનોદજી ઠાકોર, ખેંગારજી વાલાજી ઠાકોર, ચકાભાઈ સોમાભાઈ ઠાકોર, હુરસગજી હીરાજી ઠાકોર, જીગાજી દેવસીજી ઠાકોર, દિનાજી નાનુજી ઠાકોર, અરવિંદજી ધીરાજી ઠાકોર અને વિષ્ણુજી વશરામજી ઠાકોરનો સમાવેશ થાય છે.

બીજી પ્રાપ્ત માહિતી અનુસાર, થરા પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલીંગ પર હતો. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વાલપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. પોલીસ રેડ દરમિયાન ઝડપાયેલા આઠ ઈસમોમાં કાતિજી ગાંડાજી ઠાકોર,અમરતજી કુરસીજી ઠાકોર, દિનેશજી લાલાજી ઠાકોર, રસિકજી રાયચંદજી ઠાકોર, જયતીજી ખેતાજી ઠાકોર, શૈલેષજી ગાંડાજી ઠાકોર, અમરતજી મણાજી ઠાકોર અને નાગજીજી શિવાજી ઠાકોરનો સમાવેશ થાય છે. આ તમામ વાલપુરા ગામના રહેવાસી છે. થરા પોલીસે ઝડપાયેલા તમામ સોળ ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal