Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવિણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ ઊંઝા દ્વારા આરોગ્ય અંગે જનજાગૃતિ લાવવાના હેતુસર જનચેતના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઊઝા ધારાસભ્ય, જિલ્લા કવોલિટી એસ્યુરન્સ મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સદસ્યો, તાલુકા પંચાયત અને પાલિકાના હોદ્દેદારો તેમજ દરેક ગામના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ, રોગ નિવારણ, સ્વચ્છતા, પોષણ, માતા અને બાળ આરોગ્ય, રસીકરણ તેમજ જીવનશૈલી સંબંધિત રોગોથી બચવાના ઉપાયો અને ટી.બી. મુક્ત પંચાયત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પાર્થ ઓઝાએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, બિન સંચારી રોગો જેવા કે હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર માટે 30 થી વધુ ઉંમરના દરેક વ્યક્તિઓએ સમયસર આરોગ્ય તપાસ કરાવવા, સરકારની આરોગ્ય સેવાઓનો લાભ લેવા તેમજ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમજ ડેન્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અટકાવ માટે પાણી ભરવાના પાત્રોને હવાચુસ્ત ઢાંકણ બંધ રાખી મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા અનુરોધ કર્યો હતો. અને પાણી ભરાય તેવા સ્થાનોને દૂર કરવા સમજ આપી હતી. સેક્સ રેશીઓ એટલે કે જાતિ દર પ્રમાણમાં અસમાનતાથી ઉદ્ભવતા સામાજિક પ્રશ્નો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ સામાજિક જવાબદારી ઉપાડવા અને સામાજિક ચેતના બાબતનો અનુરોધ કરેલ હતો. સગર્ભા માતા માટે નમોશ્રી સહિત યોજનાની વિસ્તૃત માહિતી આપેલ અને અતિ જોખમી સગર્ભાઓને સરકાર દ્વારા નિર્ધારિત હોસ્પિટલમાં ડિલિવરી કરાવી રૂપિયા 15000 નો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવેલ હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal