Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાવના મોરીખા કેસ: ૮૪ દિવસે બહાર કઢાયો દલિત યુવકનો શંકાસ્પદ મૃતદેહ, પરિવારના ગંભીર આક્ષેપો!

વાવના મોરીખા કેસ: ૮૪ દિવસે બહાર કઢાયો દલિત યુવકનો શંકાસ્પદ મૃતદેહ, પરિવારના ગંભીર આક્ષેપો!

રખેવાળ 2 weeks ago

ટના સ્થળ ઉપર પીળી પરિવારજનો અને મીડિયા કર્મીઓ વિડીયોગ્રાફી કરી રહ્યા હતા એ દરમિયાન તેમને સ્થળ ઉપર પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો અને છેલ્લે સમગ્ર કામગીરી પતિ રહ્યા પછી ડીવાયએસપી માહિતી આપવાના બદલે સીધા ત્યાંથી રવાના થઈ ગયા હતા.

વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે 01/06/ 2026 ના રોજ બનેલી ઘટના બાદ 04 06 2026 ના રોજ ત્રીજા દિવસે ગામના તળાવમાંથી લાશ મળી આવી હતી જે દલિત યુવકના શંકાસ્પદ મોતના કિસ્સામાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે આ મામલે સત્ય સામે લાવવા અને નિષ્પક્ષ તપાસ અર્થે ઘટનાના ૮૪ દિવસ બાદ આજે મૃતદેહને સ્મશાનભૂમિમાંથી રિ પોસ્ટમોર્ટમનૅ માટે બહાર કાઢીને આગળની ફોરેન્સિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

68.jpg171.69 KBઉલ્લેખનીય છે કે, યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને રેન્જ આઈ.જી.ના આદેશથી અગાઉના તપાસ અધિકારી એસ એમ વારોતરીયા દ્વારા તપાસમાં ભીનું સંકેલું હોવાના આક્ષેપો ને લઈને તેમની બદલી કરી નવા અધિકારી તરીકે સિધ્ધપુરના ડીવાયએસપી કે.કે પંડ્યાને તપાસ સોંપવામાં આવી હતી. નવા તપાસનીશ અધિકારીએ સાત દિવસની અંદર તટસ્થ તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપતાં પીડિત પરિવારે પોતાના ધરણાં કાર્યક્રમ સાત દિવસ માટે મોકૂફ રાખ્યો હતા. ​આશ્વાસન બાદ તપાસના છઠ્ઠા દિવસે આજે પોલીસ અને વહીવટી તંત્રની ટીમ મોરીખા ગામની સ્મશાનભૂમિ ખાતે પહોંચી હતી અને દફનાવવામાં આવેલા યુવકના મૃતદેહને પુનઃ તપાસ (Re-postmortem/Exhumation) માટે બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને લાશને અમદાવાદની ડીજે મેડિકલ કોલેજ ખાતે રિ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે તેવું સ્થળ ઉપરથી જાણવા મળ્યું હતું.69.jpg153.04 KB​જોકે, આ કામગીરી દરમિયાન સ્થળ પર પોલીસ અધિકારીઓના વલણને લઈને નવો વિવાદ સર્જાયો હતો. ઘટનાસ્થળે શૂટિંગ કરી રહેલા મીડિયાકર્મીઓ અને પરિવારજનોને વિડિયો રેકોર્ડિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની આ શંકાસ્પદ કામગીરી સામે પીડિત પરિવાર અને દલિત અગ્રણીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓ આજે પણ પરિવારના ઘર આગળ આંટાફેરા કરી રહ્યા હોય ગામની અંદર ખુલ્લેઆમ ફરી રહ્યા છે છતાં તેમની ધરપકડ થતી નથી અને આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો સીધો આરોપ લગાવ્યો હતો પીડિત પરિવાર અને દલિત સમાજ આજે પણ પોતાની માંગ પર અડગ છે. તેઓની સ્પષ્ટ માંગણી છે કે:

​કેસમાં નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે

​બનાવમાં જવાબદારો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૨ હત્યાનો ઉમેરો કરવામાં આવે પીડિત પરિવારને વહેલી તકે યોગ્ય ન્યાય આપવામાં આવે ​પરિવાર અને સમાજના અગ્રણીઓએ ચીમકી આપી છે કે, જો સમયસર યોગ્ય કાર્યવાહી કરીને હત્યારાઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યસ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal