Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajat Patidar: RCBના ઈતિહાસનો 'સૌથી મહાન' કેપ્ટન? શોન પોલોકે આપ્યું મોટું નિવેદન

Rajat Patidar: RCBના ઈતિહાસનો 'સૌથી મહાન' કેપ્ટન? શોન પોલોકે આપ્યું મોટું નિવેદન

Rajat Patidar: રજત પાટીદાર બનશે RCBનો સૌથી મહાન કેપ્ટન? શોન પોલોકે ગણાવ્યા 'GOAT'.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ દિલ્હી કેપિટલ્સ સામે મેળવેલી એકતરફી જીત બાદ હવે ચર્ચાઓના કેન્દ્રમાં રજત પાટીદાર છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર શોન પોલોકે પાટીદારને RCBના ઈતિહાસનો 'સૌથી સફળ અને મહાન કેપ્ટન' ગણાવ્યો છે.

પાટીદારના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB આઈપીએલ 2026માં વિજયી કૂચ જાળવી રાખી છે.

18 વર્ષનો દુષ્કાળ ખતમ કરનાર 'GOAT' કેપ્ટન

પોલોકે ક્રિકબઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રજત પાટીદારે કેપ્ટન બનતાની સાથે જ ફ્રેન્ચાઈઝીનું નસીબ બદલી નાખ્યું છે. ગત સિઝનમાં પાટીદારે તેની કેપ્ટન્સીના પ્રથમ વર્ષમાં જ પંજાબ કિંગ્સને હરાવીને RCBનો 18 વર્ષ લાંબો ટાઈટલનો ઇન્તજાર ખતમ કર્યો હતો. પાટીદારના આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે; તેણે કેપ્ટન તરીકે રમેલી પ્રથમ 20 મેચોમાંથી 15માં જીત મેળવી છે.

વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે જેવા દિગ્ગજોએ આ ટીમનું નેતૃત્વ કર્યું છે, પરંતુ પોલોકનું માનવું છે કે જો પાટીદાર આ વર્ષે પણ ટીમને ચેમ્પિયન બનાવશે, તો તે નિર્વિવાદપણે સૌથી મહાન કેપ્ટન (GOAT) બની જશે.

બેટિંગમાં પણ પાટીદારનો દબદબો

પાટીદાર માત્ર નેતૃત્વ જ નથી કરી રહ્યો, પરંતુ બેટિંગમાં પણ ટીમને મજબૂતી આપી રહ્યો છે. ચાલુ સિઝનમાં તે 7 ઇનિંગ્સમાં 39.67ની એવરેજ અને 210.61ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે 238 રન બનાવી ચૂક્યો છે. તેણે મધ્યમ ક્રમમાં એન્કરની ભૂમિકા ભજવતા બે અડધી સદી પણ ફટકારી છે.

દિલ્હી સામે બોલરોનો પાયમાલ

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં RCBના બોલરોએ મેદાન માર્યું હતું. ભુવનેશ્વર કુમારે (3/5) અને જોશ હેઝલવુડે (4/12) પાવરપ્લેમાં જ દિલ્હીની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. દિલ્હીએ એક સમયે માત્ર 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, જે આઈપીએલના ઈતિહાસનો અત્યંત નબળો દેખાવ છે. અંતે દિલ્હીની ટીમ 16.3 ઓવરમાં માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેને RCBએ સરળતાથી ચેઝ કરી લીધો હતો.

પોઈન્ટ ટેબલમાં RCBની સ્થિતિ

આ જીત સાથે RCB 8 મેચમાં 6 જીત અને 12 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. હાલમાં પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જે રીતે RCB રમી રહ્યું છે, તે જોતા ફરી એકવાર પ્લેઓફમાં તેમનું સ્થાન લગભગ નિશ્ચિત જણાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RamatJagat