Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આણંદ કૃષિ યુનિવર્સિટીની આઈએબીએમઆઈ કોલેજે ૧૦૦ ટકા પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખી

આણંદ કૃષિ યુનિવર્સિટીની આઈએબીએમઆઈ કોલેજે ૧૦૦ ટકા પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખી

ણંદ, 2 જુલાઈ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની ઇન્ટરનેશનલ એગ્રિબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (આઈએબીએમઆઈ)એ MBA ની17મી બેચ માટે ફરી એકવાર 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે. આ સફળતા સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણ, ઈન્ડસ્ટ્રી સાથેના સારા સંબંધો અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ દર્શાવે છે.

વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટ્રેન્ટ હાઇપરમાર્કેટ, સવાના સીડ્સ, જીએનએફસી, પ્રોવા ફ્લેવર્સ, પ્રોમ્પ્ટ ઇક્વિપમેન્ટ્સ, તીર્થ એગ્રો ટેક્નોલોજી વગેરેમાં કોલેજના વિદ્યાર્થીઓએ પ્લેસમેંટ મેળવ્યું હતું.

આ પ્લેસમેન્ટમાં કુલ 17 સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાંથી 32 વિદ્યાર્થીઓને અગ્રણી કંપનીઓમાં નોકરી મળી, 3 વિદ્યાર્થીઓની સરકારી નોકરી માટે પસંદગી થઈ અને 3 વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. આમ, વિદ્યાર્થીઓને મળેલી આ વિવિધ કારકિર્દીની તકો દર્શાવે છે કે, IABMI ના વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતમાં સારી ઓળખ અને સ્વીકાર મળે છે તથા તેઓ વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કરવા માટે સક્ષમ છે.

વિદ્યાર્થીઓને સાત લાખ સુધીના પૅકેજ મળ્યા

IABMI નો MBA in Agri-Business Management અભ્યાસક્રમ ખૂબ જ વાજબી ખર્ચે ઉત્તમ કારકિર્દીની તકો પૂરી પાડે છે. આ વર્ષના પ્લેસમેન્ટમાં સૌથી વધુ ₹7.00 લાખ વાર્ષિક પેકેજ Reliance Consumer Products Ltd. દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ Trent Limited (ટાટા ગ્રુપ અને બ્રિટિશ મલ્ટીનેશનલ રિટેલ કંપની Tesco PLC નું સંયુક્ત સાહસ) દ્વારા ₹6.50 લાખ વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમેરિકાની RiceTec Inc. ની સહાયક કંપની Savannah Seeds Pvt. Ltd. દ્વારા ₹6.37 લાખ વાર્ષિક અને ફ્રેંચ મલ્ટીનેશનલ ફ્લેવર કંપની Prova Flavours (India) Pvt. Ltd. દ્વારા ₹6.25 લાખ વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું.

રાજ્યની અગ્રણી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ સંસ્થા

આ સંસ્થાના ડીન અને પ્રિન્સિપાલ ડૉ. વાય. એ. લાડે સંસ્થાને સતત મળતી સફળતા શૈલી અંગે ગૌરવ વ્યક્ત કર્યું. વધુમાં, તેમણે જણાવ્યું કે IABMIએ સતત બીજા વર્ષે ઇન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (IIRF) હેઠળ મેનેજમેન્ટ શ્રેણીમાં ગુજરાત રાજ્યમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરીને પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. તદુપરાંત IABMIએ રાજ્યની અગ્રણી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ સંસ્થા તરીકે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વધુમાં, તેમણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સમગ્ર IABMI ટીમને 100 ટકા પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા.

સદર પ્લેસમેન્ટ ઉપરાંત વિદ્યાર્થીઓએ સમર ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટવર્ક અને NET પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કર્યું છે તેમજ ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, આ વર્ષે કોલેજના 11 વિદ્યાર્થીઓએ UGC/ICAR-NET પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે, જેના કારણે અત્યાર સુધી NET પરીક્ષા પાસ કરનાર IABMI ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 35 થઈ છે. સમર ઇન્ટર્નશિપ અને ફાઇનલ પ્રોજેક્ટવર્ક દરમિયાન વિદ્યાર્થીઓને દર મહિને રૂ. 22,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળ્યું હતું. વિવિધ એગ્રીબિઝનેસ સંસ્થાઓ જેવી કે અતુલ લિમિટેડ, ગોદરેજ એગ્રોવેટ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, ઇસ્કોન બાલાજી ફૂડ્સએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટવર્કની તક આપી હતી. આ ઉપરાંત ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન, બાયર ક્રોપ સાયન્સ, યુપીએલ, સિમ્પ્લિફાય અને બકાલી ઇન્ડિયા જેવી કંપનીઓમાં વિદ્યાર્થીઓને સમર ઇન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ તકોના કારણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રનો સારો અનુભવ મળ્યો અને તેમની કારકિર્દી માટે મજબૂત આધાર મળ્યો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. આઈ. શાહે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. સંશોધન નિયામક ડૉ. એસ. એન. શાહે પણ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર ડૉ. આશિષ મહેરા અને પ્રોજેકટ કોઓર્ડીનેટર ડૉ. સાવન પાડલિયાએ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આમ, 100 ટકા પ્લેસમેન્ટ, ઓછી ફી અને સારા વેતન પેકેજ સાથે આઈએબીએમઆઈ, એએયુ, આણંદ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India