Dailyhunt
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મમતા બેનર્જીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મમતા બેનર્જીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

કોલકાતા, 11 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં 3-3 રેલીઓને સંબોધિત કરશે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ 4 જંગી સભાઓ ગજવશે.

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ૩-૩ રેલીઓને સંબોધિત કરશે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ૪ જંગી સભાઓ ગજવશે.

પીએમ મોદી અને અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર

પીએમ મોદીની રેલીઓ: વડાપ્રધાન મોદી પૂર્વ બર્ધમાનના પૂર્બસ્થલી ખાતે પ્રથમ સભા , સંબોધિત કરી. ત્યારબાદ, લઘુમતી પ્રભુત્વ ધરાવતા જંગીપુર (મુર્શિદાબાદ) અને ઉત્તર અને દક્ષિણ દિનાજપુરના જંકશન પોઈન્ટ પર જનસભાને સંબોધશે.

અમિત શાહની રેલીઓ: ગૃહમંત્રી શાહ આજે બાંકુડા જિલ્લામાં શક્તિપ્રદર્શન કરશે. તેઓ ઓંડા, છાતના અને પુરુલિયાના બાઘમુંડીમાં ચૂંટણી રેલીઓ સંબોધશે.

મમતા બેનર્જીનો પલટવાર

મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ અને બાંકુડા જિલ્લામાં કુલ 4 રેલીઓ કરશે. તેઓ કેશિયારી, ગોપીબલ્લભપુર, ઝારગ્રામ શહેર અને બરજોરામાં સભાઓ યોજીને ભાજપના આક્રમણનો જવાબ આપશે.

સંકલ્પ પત્ર વિરુદ્ધ પોન્ઝી સ્કીમના આક્ષેપો

શુક્રવારે અમિત શાહે ભાજપનો ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યો હતો, જેમાં ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચાર મુક્ત ભરતી અને મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા અપાઈ છે. જોકે, TMC નેતા અભિષેક બેનર્જીએ ભાજપના મેનિફેસ્ટો પર પ્રહાર કરતા તેને ‘ચિટફંડ કે પોન્ઝી સ્કીમ’ના વાયદાઓ સાથે સરખાવ્યો છે અને કહ્યું છે કે આ વાયદાઓ ક્યારેય પૂરા કરવા માટે હોતા નથી.

વધુ વાંચો: સરકારે PLI યોજના હેઠળ 52 નવી અરજીઓને મંજૂરી આપી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India