પીઠડ ગામથી વાડી–રામગઢ–કોયલી જોડતો ડામર રોડ બનશે?
મુખ્યમંત્રીને રજૂઆત બાદ કલેક્ટર દ્વારા માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી સૂચના
જામનગર : તાલુકા જોડિયા હેઠળના પીઠડ ગામના હાર્દિક ભોજાણીએ 15 જુલાઈ, 2025ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી પીઠડ ગામની વાડીથી રામગઢ–કોયલીને જોડતો જૂનો માર્ગ ડામર રોડ બનાવવા માટે સહાયની માંગ કરી હતી.
હાલ આ માર્ગ ખાડા અને માટીથી ભરાઈ જતાં ખાસ કરીને વરસાદી સિઝનમાં વાહનવ્યવહાર અત્યંત મુશ્કેલ બની જાય છે.
હાર્દિક ભોજાણીએ જણાવ્યું કે, “આ માર્ગ ગામલોકો માટે જીવનરેખા સમાન છે. પાક, સામાન, વિદ્યાર્થીઓ અને દર્દીઓને લઈ જવા માટે આ માર્ગ અત્યંત આવશ્યક છે.”
આ રજૂઆતને અનુસરીને જામનગર જિલ્લાના કલેક્ટરે 6 ઑગસ્ટ, 2025ના રોજ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા હાલતનું મૂલ્યાંકન કરી રિપોર્ટ આપવા લેખિત સૂચના આપી છે.

કલેક્ટરે જણાવ્યું કે, “ગામલોકોની સમસ્યા સમજાય છે, નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”
આ નિર્ણય બાદ ગામલોકોમાં આશા જાગી છે કે લાંબા સમયથી અટકેલો આ રોડનો મુદ્દો જલ્દી ઉકેલાશે.
#Pithad