જ્યારે તમે નવું ઓપેરેટિંગ સિસ્ટમ install કરવા જાવ તો તમને 300-500 રૂપિયામાં નવું Windows 7 કે Windows 10 જેવુ અન્ય ઓપેરેટિંગ સિસ્ટમ Install કરી આપે છે.
ઘણા લોકો એવું વિચારે કે આ ઓપેરેટિંગ સિસ્ટમ આટલા સસ્તા કેમ છે? પણ એવું નથી ભારતમાં Windows 10 નો ભાવ 8000 થી 9000 રૂપિયા સુધીનો છે.
જે લોકો તમને સસ્તામાં ઓપેરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી આપે તો તમારે સમજી જવું કે આ Crack હોય છે. Crack એટલે એ વસ્તુને તમારે activate કરવાની જરૂર નથી પડતી.
Windows 10 ને ખરીદવા માટે તમારે એનું Licence ખરીદવું પડે છે.

ભારતમાં જેટલા પણ personal computer છે તેમાં 91 % કમ્પ્યુટરમાં Crack કરેલું ઓપેરેટિંગ સિસ્ટમ છે એવું એક રિપોર્ટમાં મળ્યું છે.
હવે આપણે જાણીએ કે Microsoft કંપની બધાને Pirated Windows કેમ વાપરવા દે છે એટલે કે માઇક્રોસોફ્ટ Software ની Piracy કેમ નથી રોકતું?
જોવો આ એક strategy છે જેથી Microsoft પોતાનાં ઓપરેટિંગ સિસ્ટમનું ફ્રીમાં માર્કેટિંગ કરે છે.
તમે જ્યારે તમે Windowsના ઓપેરેટિંગ સિસ્ટમ વાપરો છો ત્યારે તમારો હાથ એમાં બેસી જાય છે એટલે કે વિન્ડોસ વાપરવામાં એક દમ સહેલું છે.
જો કોઈ ને વિન્ડોસ ફાવી ગયું તો ક્યારે પણ એ બીજા ઓપેરેટિંગ સિસ્ટમને નઇ ચલાવે.
નાના-નાના છોકરાઓ નાનપણથી સ્કૂલમાં વિન્ડોસ જ વાપરતા હોય છે અને તેમાં પાવરપોઈંટ, માઇક્રોસોફ્ટ ઓફિસ જેવા અને પ્રોગ્રામ હોય છે જે તેમણે શીખવાડે છે.
જો એ છોકરાઓ નાનપણથી આ વિન્ડોસ ચલાવતા હોય અને કોઈ Job કરવા જાય ત્યાં પણ એ Windows ની જ માંગ કરે કે મને windows પાકું આવડે છે એટલે હું વિન્ડોસમાં કામ કરીશ.
એટલે માઇક્રોસોફ્ટ એ પહેલાથી જ એક ecosystem બનાવ્યું છે કે બધા વિન્ડોસ જ વાપરે. આજ કલ બધે જ મોટા ભાગે વિન્ડોસ જ વપરાય છે.
વિન્ડોસના મુકાબલે એપલનું ઓપેરેટિંગ સિસ્ટમ છે પણ એ મોંઘું અને વાપરવામાં થોડું અઘરું છે અને Linux પણ છે. લિનક્સ ફ્રી છે પણ એ વાપરવામાં અઘરું પડે છે.
ઓફિસમાં તમે જાવ તો તમને બધા જ windows ઓપેરેટિંગ સિસ્ટમ Licence વાળા જ મળે કેમ કે કંપની વાળાએ licence લેવું જ પડે. એટલે માઇક્રોસોફ્ટ એમાથી પૈસા કમાવી લે.
જો માઇક્રોસોફ્ટને Pirated એટલે crack બંધ કરવું હોય તો એ કલાકોમાં જ બધાનું ઓપરેટિંગ સિસ્ટમ બંધ કરાવી દે પણ આ એક સ્ટ્રેટજી છે.

