Thursday, 11 May, 4.34 am સમભાવ ન્યૂઝ

હોમ
ITની નવી સુવિધા, 5 સેકન્ડમાં આધાર-પાન સાથે થશે લિંક

નવી દિલ્હી: હાલના દિવસોમાં આધારકાર્ડને પાન કાર્ડથી લિંક કરાવવા માટે સરકારી આદેશના કારણે દરેક લોકા આવું કરવામાં લાગેલા છે. ઘણા બધા લોકો આધારકાર્ડ એમના પાનથી લિંક પણ થવા લાગ્યા છે, પરંતુ ઘણા બધા લોકો કેટલાક કારણોથી આવું કરી શકતાં નથી. એવામાં IT વિભાગે આધારકાર્ડને પાન કાર્ડથી લિંક કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી દીધી છે. ચલો જાણીએ કેવી રીતે કરાવી શકો છો આધારને પાન સાથે લિંક.

આવી રીતે કરો આધારને પાન સાથે લિંક
IT વિભાગે પોતાની વેબસાઇટ પર એક LINK AADHAAR નામથી લિંક નાંખી છે, જ્યાં તમે સરળતાથી તમારા આધાર કાર્ડ પાન કાર્ડથી લિંક કરી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક પેજ ખુલશે, જેમાં પાન નંબર, આધાર નંબર અને આધાર કાર્ડ પર આપવામાં આવેલું નામ લખવું પડશે. ત્યારબાદ કેપ્ચા ઇમેજ નાંખીને તમે તમારી જાણકારીઓ સબમિટ કરી શકો છો. ચલો જાણીએ એ બાબતે.

સમસ્યા આવશે તો OTP કરશે મદદ
યૂઆઇડીએઆઇ તરફથી વેરિફિકેશન થઇ ગયા બાદ આધાર અને પાનની લિંકિંગ કન્ફર્મ કરવામાં આવશે. જો તમારે આધાર કાર્ડને પાન સાથે લિંક કરતી વખતે નામના સ્પેલિંગ અલગ અલગ હોવા પર કોઇ સમસ્યા આવે છે કો આવી સ્થિતિમાં આધાર ઓટીપી તમારી મદદ કરશે. ઓટીપી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પર મોકલવામાં આવશે.

આ બે ચીજો હોવી જોઇએ એક જેવી
આધારને પાન સાથે લિંક કરતી વખતે એ જરૂરી છે કે બંને દસ્તાવેજોમાં તમારી જન્મ તારીખ અને તમારું લિંગ એક જ હોય. જો એમાં કોઇ અંતર પડે છે તો આધારને પાન સાથે લિંક કરવામાં આવશે નહીં. તમને જણાવી દઇએ કે ફાઇનેન્સ એક્ટ 2017 હેઠળ સરકાર એવું ફરજિયાત કરી દીધું છે કે ટેક્સ જમા કરતી વખતે તમારે તમારો આધાર નંબર અથવા આધાર એનરોલમેન્ટ આઇડી દેખાડવું પડશે.

ઇન્કમ ટેક્સની આ સુવિધાનો ફાયદો ઊઠાવવા માટે તમારે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર પોતાને રજિસ્ટર કરવાની કોઇ જરૂર નથી, આ સુવિધા દરેક લોકા માટે છે. એનો ઉપયોગ કરીને કોઇ પણ વ્યક્તિ પોતાના આધારકાર્ડને પાન સાથે લિંક કરી શકે છે.

સરકારે 1 જુલાઇ 2017થી એવું ફરજીયાત કરી દીધું છે કે તમારે પાન કાર્ડ બનાવવા માટે પોતાનું આધારકાર્ડ આપવું જરૂરી થશે. આધાર ના હોવાની સ્થિતિમાં તમે પાનકાર્ડ બનાવડાવી શકશો નહીં. તમને જણાવી દઇએ કે આધાર કાર્ડ યૂઆઇડીએઆઇની તરફથી રજૂ કરવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ લેવામાં આવે છે.

http://sambhaavnews.com/

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sambhaav News
Top