Wednesday, 29 Aug, 1.01 am સમભાવ ન્યૂઝ

હોમ
કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના લાખ્ખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આજે મોદી સરકારે ખુશખબર જાહેર કરી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં (ડીએ)માં બે ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મોંઘવારી ભથ્થા માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આમ હાલમાં કેન્દ્રના કર્મચારીઓને મળી રહ્યું છે 7% મોંઘવારી ભથ્થુ જે વધતા 9%એ મોંઘવારી ભથ્થુ પહોંચ્યું છે.

કેન્દ્રીય કર્મચારીઓનેે બે ટકા મોંઘવારી ભથ્થું આપવાના નિર્ણયને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવ્યો છે અને તેનો ૧ જુલાઇ ર૦૧૮ની પશ્ચાતવર્તી અસરથી અમલ કરવામાં આવશે. દેશભરમાં ૪૮ લાખ કરતાં પણ વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૧ લાખથી વધુ પેન્શનધારકો છે અને મોંઘવારી ભથ્થાંમાં વધારાનો લાભ આ તમામ કર્મચારીઓ અને પેન્શનધારકોને પશ્ચાતવર્તી અસરથી મળશે.

મોંઘવારી ભથ્થામાં વધારો સાતમા પગારપંચમાં નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ કરવામાં આવશે. જૂનના અંત સુધીમાં મોંઘવારી ભથ્થું મૂળ પગારના સાત ટકા અમલમાં છે અને હવે વધુ બે ટકાના વધારા સાથે ૧ જુલાઇ ર૦૧૮થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મૂળ પગારના નવ ટકાના હિસાબે મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

હજુ પણ કેટલાક રાજ્યોમાં સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચની ભલામણ મુજબ એચઆરએ જેવા વિવિધ ભથ્થાંઓના એરિયર્સનો લાભ મળ્યો નથી. જોકે પુડુચેરી સરકારે પોતાના ર૩,૦૦૦ કર્મચારીઓના સ્ટાફનું એચઆરએ વધારી દીધું છે. તેના કારણે પુડુચેરી સરકાર પર પ્રતિમાસ રૂ.૬ કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે. પુડુચેરીમાં વસતા કર્મચારીઓને એચઆરએમાં ૧૬ ટકાનો અને યાનામ અને કરાઇકલમાં વસતા કર્મચારીઓને આઠ ટકાના વધારાનો લાભ મળશે.

ભલામણોની મંજૂરી બાદ ત્રિપુરા સરકારે પણ પોતાના સ્ટાફ માટે નેશનલ પેેન્શન સ્કીમનો માર્ગ મોકળો કર્યો છે. હવે પૂર્વ કર્મચારીઓને પેન્શનનું પેમેન્ટ વિના વિલંબે ચૂકવી દેવામાં આવશે.

બિહારમાં કર્મચારીઓ હડતાળ પર જવાની તૈયારીમાં છે ત્યારે રાજ્ય સરકારે તેમની આ માગણીઓ પર વિચારણા કરવા ત્રણ સભ્યોની એક પગાર સમિતિની પણ રચના કરી છે.

Dailyhunt
Top