Friday, 18 Aug, 5.35 am સમભાવ ન્યૂઝ

હોમ
નવી 50 રૂપિયાની નોટનો ફોટો થયો લીક, તમે જોયો?

નવી દિલ્હી: થોડાક દિવસો અગાઉ રિઝર્વ બેંક દ્વારા 200 રૂપિયાની નોટ બહાર પાડવાની માહિતી મળી હતી. જો કે હજુ સુધી આ નોટ બહાર પાડવામાં આવી નથી અને આ બધા વચ્ચે હવે એક નવો ફોટો વાયરલ થયો છે.

આ ફોટો છે 50 રૂપિયાની નોટનો. સોશિયસ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહેલા ફોટામાં 50 રૂપિયાના નવા નોટના બંડલ જોવા મળી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ મળતી માહિતી અનુસાર જોવામાં 50 રૂપિયાની નવી નોટનો રંગ થોડો ફિરોઝી જોવા મળી રહ્યો છે અને બનાવટ પણ એવી છે જેવી 500 અને 2000 ની નોટની છે.

ફોટામાં જોવા મળે રહેલી નોટ મહાત્મા ગાંધીની 2005 સીરિઝની છે. જેની પર ગવર્નર ઊર્જિત પટેલની સહી હશે.

જણાવી દઇએ કે ખુદ રિઝર્વ બેંકના ગવર્નરે જ ગત વર્ષે જાહેરાત કરી હતી કે આરબીઆઇ જલ્દી નવા આકાર અને રંગોમાં 50 રૂપિયાની નોટ બહાર પાડશે જેની પર ઊર્જિત પટેલની સહી હશે.

જો કે હજુ સુધી રિઝર્વ બેંક તરફથી નવી 50 ની નોટને લઇને કોઇ નિવેદન આવ્યું નથી અને હજુ પણ સ્પષ્ટ નથી કે આ નોટ ક્યારે બહાર પડશે. આ ઉપરાંત જે ફોટો વાયરલ થઇ રહ્યો છે એ સાચો છે કે ખોટો એની પણ કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.

http://sambhaavnews.com/

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sambhaav News
Top