Wednesday, 21 Jun, 12.37 pm સમભાવ ન્યૂઝ

હોમ
ર૦૧૬ની પોલીસ ભરતી ર૦૧૭માં !!

અમદાવાદ: રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જુલાઇ-ર૦૧૬માં કુલ ૧૭,પ૩ર જેટલા પોલીસકર્મીની જગ્યા માટે જાહેરાત બહાર પડાઇ હતી જેેમાં ૦૭-૦૭-ર૦૧૬થી ૩૦-૦૭-ર૦૧૬ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ નક્કી કરાઇ હતી. આ તારીખમાં વર્ષ ર૦૧૬ની જગ્યાએ ર૦૧૭ કરી અને ગુજરાત પોલીસ ભરતી-ર૦૧૭ કરીને પોસ્ટર્સ કેટલીક જગ્યાએ ચોંટાડવામાં આવ્યાં છે. આ પોસ્ટર્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે. ઉપરાંત ર૦૧૬ની જાહેરાતની પીડીએફ ફાઇલ પણ વાઇરલ થઇ છે.

વર્ષ ર૦૧૬માં કુલ ૧૭,પ૩ર જેટલી પોલીસકર્મીઓની જગ્યા માટે થયેલી ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. સરકાર દ્વારા ર૦૧૬માં ગુજરાત પોલીસ વર્ગ-૩ દળની સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં ફોર્મ ભરવાની તારીખ ૦૭-૦૭-ર૦૧૬ થી ૩૦-૦૭-ર૦૧૬ જાહેર કરાઇ હતી.

ભરતીની જાહેરાતમાં ગુજરાત પોલીસ ભરતી ર૦૧૭ અને ફોર્મ
ભરવાની તારીખ ૦૭-૦૭-ર૦૧૭ થી ૩૦-૦૭-ર૦૧૭ કરી અને ગયા વર્ષ જેટલી જ જગ્યાઓ ભરવા અંગેની જાહેરાતનાં પોસ્ટર્સ કેટલીક જગ્યાઓએ લાગ્યાં છે. આ લગાવેલાં પોસ્ટર્સ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયાં છે. આગામી મહિનામાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૭,પ૩ર જેટલી વધુ પોલીસની જગ્યા બહાર પડવાની છે. તેવી લોકોમાં ચર્ચા જાગી છે.

પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ. મલિકે જણાવ્યું હતું કે આ અફવા છે. છાપામાં જાહેરાત આપીને ભરતી અંગે જાણકારી અપાય છે. સોશિયલ મીડિયામાં જે પોસ્ટર્સ ફરે છે તે ખોટાં છે અને અફવા ફેલાવાઇ રહી છે. હાલમાં આવી કોઇ ભરતી બહાર નથી પડી.
http://sambhaavnews.com/

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sambhaav News
Top