જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમારો મોબાઇલ નંબર યુઆઈડીએઆઈ ડેટાબેસમાં નોંધાયેલો છે, તો તમારું પેન કાર્ડ ત્વરિત થઈ જશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તાત્કાલિક પાનકાર્ડની ઈશ્યુ કરવાની આ સુવિધા ગુરુવારે શરૂ કરી હતી. પાનકાર્ડ બનાવવાની આ પ્રક્રિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સમય લાગતો નથી અને આ સુવિધા નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થયેલા પાન કાર્ડને ઇ-પાન કહેવામાં આવે છે.
આધાર કાર્ડ આધારિત પાન કાર્ડ ઈશ્યુ કરવાની સુવિધાને ગુરુવારે વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી. જોકે, આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર તેના બીટા વર્ઝનનું ટ્રાયલ વર્ઝન ફેબ્રુઆરીથી ચાલી રહ્યું હતું.
No Internet connection |