Friday, 01 May, 11.23 am સમકાલીન

હોમ પેજ
ખુશખબર : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો થયો

દેશ વ્યાપી લોકડાઉન વચ્ચે મે મહિનાની શરૂઆતમાં જ સામાન્ય નાગરિકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. કોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે તમામ પરેશાનીઓનો સામનો કરી રહેલા લોકો માટે રાહતદાયક સમાચાર એ છે કે રાંધણ ગેસના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સબસીડીવાળો રાંધણ ગેસનો સિલિન્ડર રૂ.૧૩૩ સસ્તો થયો છે. ઓઇલ કંપનીએ દર મહિનાની પહેલી તારીખે ભાવ નક્કી કરતી હોય છે.

દેશની ઓઇલ માર્કેટીંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએ અને આઇઓસીએ સબસિડી વીનાના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કપાતની જાહેરાત કરી છે. 14.2 કિગ્રાના નોન સબસિડાઇઝ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 162.5 રૂપિયાનો ઘટાજો થયો છે અને નવા ભાવ ઘટીને 581.5 રૂપિયા પર આવી ગયા છે. જ્યારે 19 કિગ્રાના સિલિન્ડરની કિંમત 256 રૂપિયા ઘટીને 1029.5 રૂપિયા થઇ ગયો છે.

આ વખતે દિલ્હીમાં રાંધણ ગેસનો બાટલો રૂ.162.5 સસ્તો થયો છે. આઇઓસીની વેબસાઇટ અનુસાર હવે દિલ્હીમાં 14.2 કિગ્રાના સિલિન્ડરનો ભાવ 744 પરથી ઘટીને 581 થઇ ગયો છે. જો કે અલગ અલગ રાજયોમાં લાગુ ટેક્ષના કારણે આ રેટમાં અંતર આવી શકે છે. નવી દિલ્હીમાં જે બાટલાના એપ્રિલમાં ૭૪૪ રૂ. આપવા પડતા હતાં તેના હવે આ મહિને રૂ. 581 આપવા પડશે. કોલકત્તામાં નવો ભાવ રૂ.584.5, મુંબઇમાં રૂ. 579, ચેન્નાઇ રૂ. 569.5 રહેશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Samkaleen
Top