સમકાલીન

90k Followers

"કોવિડ નારી કવચ": સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બની સુરતમાં, જાણો વધુ

30 May 2020.6:15 PM

વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુજ નહિ પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

આ અંગે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે હાલ જે પિપીઈ કીટ કોરોના વોરિયર્સ ને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી, જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડ માં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે.

હાલમાં જ કેરલ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પિપીઇ કીટ પહેરવા માટે ટીશર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતા મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલી માં મુકાયા હતા.

ફેશોનોવા દ્વારા આ માટે આગળ વધવાનો નિર્ણય કરાયો અને સેન્ટર સાથે જોડાયેલા ફૅશન ડિઝાઈનર સૌરવ મંડલ એ સાડી પર પહેરી શકાય તેવી કવેરોલ પી પી ઈ કીટ ડીઝાઇન કરી. રોજની 5 હજાર કીટ નું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અનુપમ ગોયલે કહ્યું હતું કે અત્યાર સુધી સુરત માત્ર ટેકસટાઇલ હબ તરીકે જ જાણીતું છે, પણ હવે ડિઝાઈનીગ અને ક્રીએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, સાડી પર પહેરી શકાય તેવી પીપી ઈ કીટ આ તેનું ઉદાહરણ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Samkaleen

#Hashtags