Wednesday, 25 Nov, 10.31 pm સમકાલીન

હોમ પેજ
પહેલી જાન્યુઆરીથી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કરતા સમયે નંબર પહેલાં ઝીરો લગાવવો પડશે

સ્માર્ટફોનના જમાનામાં આજે પણ ઘણા લોકોના ઘરમાં લેન્ડલાઇન ફોન જોવા મળે છે અને આપણા દેશમાં લોકો કલાકો સુધી લેન્ડલાઇન ફોન પર વાત કરવા ટેવાયેલા છે. જો તમે પણ ઘરમાં લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હો તો આગામી ૧ જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નવા નિયમ પ્રમાણે, લેન્ડલાઇન પરથી મોબાઇલ ફોન લગાવતાં પહેલાં મોબાઇલ નંબરની આગળ ઝીરો લગાવવો પડશે.

ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટએ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીની ભલામણો સ્વીકારી લીધી છે. ત્યાર બાદ નવા નિયમનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાઇએ લેન્ડલાઇન પરથી મોબાઇલ નંબરો પર થતા કૉલ માટે ૨૯ મે ૨૦૨૦ના રોજ મોબાઇલ નંબર પહેલાં ઝીરો નંબર લગાવવાની ભલામણ કરી હતી. આનાથી ટેલિકોમ કંપનીઓને વધુ નંબર બનાવવાની સુવિધા મળશે. ટેલિકોમ વિભાગે ૨૦ નવેમ્બરના રોજ જાહેર કરેલા એક સર્ક્યુલરમાં કહ્યું હતું કે લેન્ડલાઇનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાની રીત બદલવાની ટ્રાઇની ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. એનાથી મોબાઇલ અને લેન્ડલાઇન સર્વિસીઝને પૂરતી માત્રામાં નંબરો બનાવવાની સુવિધા મળશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Samkaleen
Top