રાજકોટ, તા.5 રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં અંદાજે 10 લાખથી વધુ વેપારીઓ-ઉદ્યોગકારો અને જીએસટીનાં પ્રેક્ટીશ્નરો માટે એક દાયકાબાદ રાહતરૂપ સમાચાર આવ્યા છે અને આજથી સતાવાર રીતે રાજકોટનાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ અયોધ્યા ચોકનાં આર.કે.આઇકોનિક બિલ્ડીંગનાં બીજા માળે જીએસટીની ટ્રિબ્યુનલ કોર્ટનો શુભારંભ થઇ ગયો છે.
આજે જીએસટીની આ કોર્ટનાં પ્રારંભે સી.એ.
એસોસિએશન, સૌરાષ્ટ્ર-કચ્છ જીએસટીનાં હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. આ કોર્ટનાં જજ તરીકે પ્રમોદકુમાર અને કિશોરી લાલને નિયુક્ત કરાયા છે. આ બંને જજોને એસોશિએશનનાં હોદ્દેદારોએ આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રિબ્યુનલ માટે છેલ્લા એક દાયકાથી વકીલો અને વેપારીઓની માંગ હતી. જે અંતે આજે સંતોષાઇ છે.
આ કોર્ટ રાજકોટમાં શરૂ થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં 10 લાખથી વધુ વેપારી-ઉદ્યોગકારો અને પ્રેક્ટીશનરોને હવે અમદાવાદમાં હાઇકોર્ટનાં ધક્કા નહીં થાય અને રાજકોટની જ કોર્ટમાં જે.સી. અને ડી.સી. કક્ષાએથી જે અપીલ આદેશો નાંજૂર થાય છે તેને પડકારી શકાશે.
અત્રે નોંધનીય બાબત એ પણ છે કે આજથી ભારતભરમાં જીએસટીની ટ્રીબ્યુનલો શરૂ થઇ છે જે પૈકી ગુજરાતમાં રાજકોટ ઉપરાંત સુરત અને અમદાવાદ ખાતે પણ ટ્રિબ્યુનલો શરૂ થઇ છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આજની સ્થિતિએ જીએસટી અપીલનાં 1100 કેસો પેન્ડીંગ છે જેનો હવે ત્વરિત નિકાલ આવશે.
વધુમાં વેપારીઓ અને પ્રેક્ટીશ્નરોનાં જણાવ્યા મુજબ અંતે આતુરતાનો અંત આવ્યો છે. જીએસટીના કાયદામાં દસ વર્ષે રામ બોલ્યા તેવું થયું છે અને જીએસટી ટ્રિબીનલનો પ્રારંભ થયો છે.
દસ વર્ષથી પડતર કેસનો હવે થશે નિકાલ, વેપારીઓના અટવાયેલા કેસો થશે છુટા તથા અનેક વેપારીઓ આ નંબર ચાલુ દસ વર્ષ પછી ન્યાયીકોએ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જો હુકુમી ભરેલા નિર્ણયો ટ્રીબ્યુનલ વેપારી હિતમાં સાંભળશે.
આકારણી બાદ વેપારીઓ દ્વારા દસ ટકા રકમ ભરી અને અપીલ કરેલ હોય તે અપીલનો પણ વેપારી વિરુધ્ધ નિકાલ થયેલ હોય તેવા કિસ્સાઓમાં વેપારીઓને વધુ એક મુદ્ત મળશે અને સેક્ધડ અપીલ એટલે કે ટ્રીબ્યુનલનો આજથી પ્રારંભ થતાં વેપારીઓને હવે હાઇકોર્ટ સુધી ધક્કા નહીં ખાવા પડે, વેપારી અને પ્રેક્ટીશ્નરોનાં જણાવ્યા મુજબ વેપારીઓના અટવાયેલા પૈસા, બંધ થયેલા નંબર તથા અટવાયેલા રિફંડ... ના હવે આવશે ચુકાદાઓ બહોળી સંખ્યામાં કેસો દાખલ થશે અને ઝડપભેર નિકાલ થશે.
જો કે આ પ્રક્રિયા ટ્રીબ્યુનલની સરળ અને સસ્તી નથી... મિનિમમ પાંચ હજાર રુપિયા કોર્ટ ફી ભરી ટ્રીબ્યુનલ થશે દાખલ, મિનિમમ પાંચ હજાર અને બાકીના લાખે હજાર રુપિયાની ગણતરી કરી કોર્ટ ફી ભરી અને ટ્રીબ્યુનલ દાખલ થશે તે ઉપરાંત વેપારીઓએ વકીલો અને સીએ ફી ચૂકવવાની રહેશે.
ટ્રેડ્યુનલનું સબમીશન ઓનલાઇન છે પણ સરળ નથી પ્રક્રિયા એકદમ જટિલ છે, ઘણી લાંબી પ્રક્રિયા છે... વકીલોના મત મુજબ એક ટ્રીબ્યુનલ ઓનલાઇન દાખલ કરતાં કલાક ઉપર સમય લાગી જાય છે, ઓનલાઇન ઉપરાંતની પ્રક્રિયાઓ અલગ છે.

