Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
18 વર્ષની ઉંમરે પણ બની શકાશે કંપનીનાં બોસ

18 વર્ષની ઉંમરે પણ બની શકાશે કંપનીનાં બોસ

વી દિલ્હી : દેશમાં કોર્પોરેટ નેતૃત્વનું ચિત્ર બદલાઈ શકે છે. જો સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની ભલામણો લાગું થશે તો 18 વર્ષની ઉંમર પૂર્ણ કરતાં જ યુવા પ્રોફેશનલ્સ પણ કોઈ કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર (MD), પૂર્ણકાલીન ડિરેક્ટર કે મેનેજર બની શકશે.

સમિતિએ કોર્પોરેટ કાયદા (સુધારા) વિધેયક, 2026 પર પોતાનાં રિપોર્ટમાં ટોચનાં મેનેજમેન્ટ માટે લઘુત્તમ ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ અને મહત્તમ ઉંમર 70 થી વધારીને 75 વર્ષ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

આ પહેલનો ઉદ્દેશ્ય નાની ઉંમરે યુવાનોને નેતૃત્વની વધુ તકો પ્રદાન કરવાનો, અનુભવી પ્રોફેશનલ્સના અનુભવનો લાંબા સમય સુધી લાભ ઉઠાવવાનો છે. આની સાથે જ ભારતનાં કોર્પોરેટ કાયદાઓને બદલાતાં વ્યાપારી વાતાવરણને અનુરૂપ બનાવવાનાં છે.

સરળ વ્યાપાર પર પણ ભાર
રિપોર્ટમાં સરળ વ્યાપાર (ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ) વધારવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે કંપનીઓનાં સ્વૈચ્છિક નામ હટાવવાના (સ્ટ્રાઇક ઓફ) કેસોમાં રજિસ્ટ્રારે 60 દિવસની અંદર નિર્ણય લેવો ફરજિયાત બનાવવામાં આવે. સાથે જ આખી પ્રક્રિયાને MCA-21 પોર્ટલ સાથે જોડીને તેને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શી બનાવવામાં આવે.

યુવાનોને કોર્પોરેટ નેતૃત્વમાં મળશે વધુ તક
સમિતિનું માનવું છે કે દેશમાં ઝડપથી વધી રહેલાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઇનોવેશન આધારિત સાહસોને ધ્યાનમાં રાખીને યુવા ઉદ્યોગસાહસિકોને નાની ઉંમરે જ કંપનીઓનું નેતૃત્વ કરવાની તક મળવી જોઈએ. બીજી તરફ, મહત્તમ વય મર્યાદા વધવાથી અનુભવી પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ જગતનાં વરિષ્ઠ લોકો વધુ સમય સુધી કંપનીઓના ટોચનાં મેનેજમેન્ટમાં પોતાની સેવાઓ આપી શકશે.

કામગીરીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે
સમિતિનું કહેવું છે કે આ સુધારાઓનો અમલ કરવાથી માત્ર કંપનીઓની કામગીરીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા જ નહીં વધે, પરંતુ ભારતનું કોર્પોરેટ માળખું પણ વૈશ્વિક ધોરણો મુજબ વધુ આધુનિક, સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે આકર્ષક બની શકશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar