નવી દિલ્હી તા.27
દેશમાં ડાયાબીટીસ સહીત અનેક બીમારીઓ પાછળ અબાલવૃદ્ધમાં ખાનપાન અને જીવનશૈલી જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. દેશના 52 ટકા કિશોરો નમકીન અને અપ્સ પર જ નિર્ભર છે. 49.3 ટકા કિશોરો આખો દિવસ તળેલી વસ્તુઓથી જ પોતાનું પેટ ભરે છે. જો આ હાલ માત્ર કિશોરોમાં જ નહીં પણ બલ્કે 98 ટકા વયસ્કોના પણ છે. આ લોકો શાકભાજી અને ફળોથી દૂર રહે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જો આવી હાલત રહી તો આગામી 20થી30 વર્ષમાં આ લોકોને ગંભીર બીમારીનો સામનો કરવો પડશે.

