Dailyhunt
આઈપીએલમાં અનલકી રહ્યાં આ ખેલાડીઓ

આઈપીએલમાં અનલકી રહ્યાં આ ખેલાડીઓ

ન્ડિયન પ્રીમિયર લીગની ઝાકઝમાળમાં દરેક ખેલાડીનું સપનું ટ્રોફી જીતવાનું હોય છે. પરંતુ ક્રિકેટની રમત ક્યારેક ખૂબ ક્રૂર હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે એવા ઘણા બેટ્સમેન થયા, જેમણે વ્યક્તિગત રીતે રેકોર્ડ્સની ઝડી લગાવી દીધી, પરંતુ ટીમ તરીકે તેઓ ક્યારેય ચેમ્પિયન બની શક્યા નહીં.

ગયા વર્ષે વિરાટ કોહલીએ 18 વર્ષનો દુષ્કાળ ખતમ કરી આ લિસ્ટમાંથી પોતાનું નામ હટાવી દીધું, પરંતુ હજુ પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે આ લિસ્ટમાં સામેલ છે.

આજે એવા જ કેટલાક ખેલાડીઓ વિશે જાણીએ.

ક્રિસ ગેલ
ટી 20 ક્રિકેટનાં સૌથી મોટા બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલમાં 4965 રન બનાવ્યાં અને તેમના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે. આરસીબી અને પંજાબ કિંગ્સ માટે રમતાં ગેલે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 175 રનનો ઐતિહાસિક સ્કોર પણ સામેલ છે. જોકે આટલા મોટા રેકોર્ડ્સ હોવા છતાં ગેલ ક્યારેય આઈપીએલ વિજેતા ટીમનો હિસ્સો બની શક્યાં નહીં.

સંજુ સેમસન
ગયા સીઝન સુધી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહેલાં સંજુ સેમસને 4704 થી વધુ રન બનાવ્યાં છે. તે લીગના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. 2022માં તે પોતાની ટીમને ફાઇનલ સુધી લઈ ગયા હતા, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કેએલ રાહુલ
કેએલ રાહુલ આ યાદીમાં સૌથી ઉપર છે. 145 મેચોમાં 5200 થી વધુ રન બનાવનાર રાહુલે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી છે, પરંતુ નસીબે તેમનો સાથ આપ્યો નથી. રાહુલ લગભગ દરેક સીઝનમાં 500+ રન બનાવે છે, પરંતુ તેમ છતાં ટ્રોફી તેમનાથી દૂર છે.

ઋષભ પંત
ઋષભ પંત આ યાદીના સૌથી આક્રમક બેટ્સમેન છે. 3500 થી વધુ રન સાથે પંતે દિલ્હી કેપિટલ્સ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. વર્ષ 2020 માં દિલ્હી ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે તેમનું સપનું તોડી નાખ્યું હતું. હવે આઈપીએલ 2026 માં પંત લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરતાં પોતાનાં પ્રથમ ખિતાબની શોધમાં હશે.

એબી ડી વિલિયર્સ
આરસીબીના મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સે પોતાની બેટિંગથી આખી દુનિયાને પોતાની ફેન બનાવી છે. 5162 રન બનાવનાર ડી વિલિયર્સ ઘણી વખત ફાઈનલ અને પ્લેઓફ સુધી પહોંચ્યા, પરંતુ દર વખતે ટ્રોફી તેમનાં હાથમાંથી સરકી ગઈ. કમનસીબે આરસીબીની 2025ની જીત પહેલા જ તેઓ નિવૃત્તિ લઈ ચૂક્યાં હતાં, જેના કારણે તેઓ ટ્રોફી જીત્યા વગર જ આ લીગમાંથી વિદાય થયાં.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar