Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આજથી બે દિવસીય કપાસ બીજ - મગફળીની પરિષદનો પ્રારંભ

આજથી બે દિવસીય કપાસ બીજ - મગફળીની પરિષદનો પ્રારંભ

રાજકોટ તા.22 દેશમાં છેલ્લા 63 વર્ષથી કામ કરતી સંસ્થા ધ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA) અને ઓલ ઇન્ડિયા કોટન સીડ ક્રશર્સ એસોસિએશન(AICOSCA) ની છ મી પરિષદ-2026 રાજકોટ મુકામે તા. રર/23-ઓગષ્ટ-2026 હોટલ સિઝનમાં યોજાશે.

કપાસીયા બીજ અને મગફળી બંને ભારતની તેલિબીયા અને કૃષિ પ્રોસેસિંગ અર્થ વ્યવસ્થાના મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે.

ખાદ્ય પદાર્થો, પશુ આહાર તથા ઔદ્યોગિક ઉપયોગમાં બંનેનુ વિશાળ મહત્વ છે. કપાસિયા બીજમાંથી ખાદ્યતેલ ઉપરાંત પશુઆહાર માટે ઉપયોગી મુલ્યવાન ખોળ મળે છે. જયારે મગફળીમાંથી ઉચ્ચ ગુણવતાનું ખાદ્યતેલ, પ્રોટીનયુકત ખોળ તેમજ ખાદ્ય પદાર્થો, ક્ધફેકશનરી અને નિકાસ ક્ષેત્રે વિવિધ ઉપયોગો માટેની તકો મળે છે.

આ બંને બહુર્મુખી પાક ખેડુતોની આવકને ટેકો આપે છે. પોષણ અને પશુઆહારની સુરક્ષા મજબૂત બનાવે છે. મુલ્યવર્ધનની તકો ઉભી કરે છે. અને ભારતની સ્થાનિક તથા વૈશ્વિક વૈપાર ક્ષમતામાં વધારો કરે છે.

આ પરિષદમાં બંને મહત્વપૂર્ણ વેલ્યુ ચેઈનને એકસાથે લાવી નિતિગત વિકાસ, પ્રોસેસિંગ ટેકનોલોજી અને ઉભરી રહેલી વૈશ્વિક તકો અંગે ચર્ચા કરવામાં આવશે. આ રીતે ભારતના ખાદ્યતેલ અને કૃષિ પ્રોસેસિંગ ક્ષેત્રમાં બંને પાકોની વ્યુહાત્મક ભૂમિકાને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાજકોટ ખાતે ચાલનારી બે દિવસિય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના કૃષિ અને કલ્યાણ સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણી અતિથિ વિશેષ એવા રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોતમભાઈ રૂપાલા તેમજ ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત મહારાષ્ટ્રના કૃષિભાવ પંચના અધ્યક્ષ પાશા પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

આ પરિષદની મુખ્ય થીમ તેલિબિયાંની વેલ્યુ ચેઇનનને મજબુત બનાવવી તેમજ કપાસિયા બીજ અને મગફળી દ્વારા વૃધ્ધિ, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપવાનો છે.

બે દિવસિય ચાલનારી કોટન સીડ અને મગફળીની પરિષદનું ઉદઘાટન સત્ર તા. રર-8-2026 સાંજે 5 કલાકે સિઝન હોટલ, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

જેનું સંપૂર્ણ આયોજન મુંબઇ ખાતે આવેલ ધ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(જઊઅ) અને ઓલ ઇન્ડિયા કોટન સીડ ક્રસર્શ એસોસિએશન(અઈંઈઘજઈઅ) તરફથી કરવામાં આવેલ છે. તેમ સંસ્થાના એકઝીકેટીવ ડાયરેકટર ડો. બી.વી. મહેતાએ જણાવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar