Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આજથી રાજ્યના તમામ તલાટીઓ મહેસૂલી કામગીરીથી અળગા રહેશે

આજથી રાજ્યના તમામ તલાટીઓ મહેસૂલી કામગીરીથી અળગા રહેશે

રાજકોટ તા.3 તલાટી કમ મંત્રી એ પંચાયત વિભાગની પાયાની કેડર છે. પરંતુ, હાલમાં તેમના પર પંચાયત ઉપરાંત મહેસૂલ અને અન્ય અનેક વિભાગોની કામગીરી થોપી દેવાઈ છે. સ્પષ્ટ જોબચાર્ટના અભાવે અસંગત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેની સીધી પ્રતિકૂળ અસર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના મૂળભૂત સરકારી કાર્યો પર પડી રહી છે.

વર્ષ 2022માં થયેલી હડતાલના સમાધાન વખતે સરકારે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીના જોબચાર્ટ અંગે વહેલી તકે નિર્ણય કરવાની લેખિત ખાતરી આપી હતી.

તે માટે સમિતિઓ પણ બની, પરંતુ સાડા ત્રણ ટર્મ જેટલો લાંબો સમય વીતી જવા છતાં આજદિન સુધી બંને કેડરના જોબચાર્ટ અંગે કોઈ જ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આ મુદ્દે વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરાઈ હતી. મહામંડળે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નવી મહેસુલી તલાટીઓની ભરતીના નિયુક્તિ પત્રો અપાય તે પહેલાં જોબચાર્ટ અલગ કરવામાં આવે, અન્યથા અન્ય વિભાગોની કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે. છતાં સરકારે આંખ આડા કાન કર્યા છે.

ગઈકાલે તા. 02/07/2026ના રોજ રાજ્યમાં મહેસુલી તલાટીઓને નિયુક્તિ પત્રો એનાયત કરી દેવાયા, છતાં જોબચાર્ટ અંગે સરકારે કોઈ નિર્ણય ન લેતા આખરે મહામંડળે કડક વલણ અપનાવ્યું છે. આજથી (તા. 03/07/2026) રાજ્યના તમામ તલાટીઓ મહેસૂલ સહિત પંચાયત સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ રાખશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar